fbpx
29 C
Gujarat
July 10, 2020
www.citywatchnews.com
અમરેલી

છેલ્લા એક વર્ષથી અપહરણના અનડીટેકટ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા લોકરક્ષક રાઘવેન્દ્રકુમાર ધાધલ નાઓની ટીમ દ્વારા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૭૧/૧૯ IPC ૩૬૩ વિ. મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડેલ છે.

ગુન્હાની વિગતઃ- આ કામે ફરીયાદીની સગીર વયની દિકરીને લગ્ન કરવાના બદઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી કોઇ ઇસમ અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હોય વિ.મતલબે ફરીયાદ કરેલ હોય અને આજદિન સુધીની તપાસ દરમ્યાન આરોપીનું નામ ખુલવા પામેલ ન હોય જે અંગે ભોગબનનારનું અપહરણ કરનાર આરોપીની હકિકત મેળવી અનડીટેકટ ગુન્હો હોય જે ભોગબનનાર સાથે આરોપીને પકડી પાડી ગુન્હો ડીટેકટ કરેલ.

પકડાયેલ આરોપીઃ- વિપુલભાઇ પ્રેમજીભાઇ જેજરીયા (કોળી) ઉ.વ.૩૧ ધંધો-હિરા ઘસવાનો રહે.મુળ-ઉમરગઢ તા.ધંધુકા જી.અમદાવાદ વાળાને ભોગબનનાર રૂપાબેન ડો/ઓ મનુભાઇ કનુભાઇ ચારોલા ઉ.વ.આશરે-૧૮ ધંધો-ઘરકામ રહે.ગરમલી ચરખા તા.ધારી જી.અમરેલી હાલ- ઉમરગઢ તા.ધંધુકા જી.અમદાવાદ વાળી સાથે તા.૨૫/૦૬/૨૦૨૦ ના રોજ પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી મહિલા પોલીસ સ્ટેશનને સોપી આપેલ

આમ, શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી દ્વારા છેલ્લા એક વર્ષથી અપહરણના અનડીટેકટ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડેલ.

Related posts

લાખો રૂપિયાનાં કૌંભાડી થોરડી ગામનાં મહિલા સરપંચ સસ્પેન્ડ થતાં ચકચાર

City Watch News

ગ્રીન ઝૉનમા હોવા છતાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરીને વહીવટીતંત્ર અને સુરક્ષાતંત્રને સહકાર આપીએ : હરેશ બાવીશી

City Watch News

સાવરકુંડલાના ભુવારોડ નેરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડ રકમ સહિત કુલ રૂ.૧,૫૭,૯૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી ટીમ

City Watch News