fbpx
www.citywatchnews.com
અમરેલી

અમરેલી ને બીજુ સુરત કે અમદાવાદ બનતાં બચાવી શકાય: ડૉ. ભરત કાનાબાર.

સરકાર કે તંત્ર પાસે સરકાર કોઈ મદદની રાહ જોવાને બદલે દરેક અમરેલી વાસી પોતે જાતે ” કોરોના યોધ્ધા ની ભૂમિકા ભજવે  ડો . ભરત કાનાબાર લોકડાઉનના પ્રથમ ૫૪ દિવસ દરમ્યાન સમગ્ર ગુજરાતના દરેક જીલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસો આવી રહયા હતા પણ અમરેલી જીલ્લો તેમાંથી બાકાત રહયો હતો . પરંતુ , લોકડાઉન હળવું થતાંની સાથે જ અને ખાસ કરીને આંતર જીલ્લા મુસાફરીની છૂટ મુકાતાંની સાથે જ અમદાવાદ , સુરત અને મુંબઈથી અમરેલી લોકો આવ્યા અને પછી જીલ્લામાં શરૂ થયું કોરોનાનું સંક્રમણ . ગઈ ૧૩ મે એ સુરતથી પ્રવેશેલ એક મોટી ઉંમરના મહિલાથી શરૂઆત થઈ . શરૂ શરૂમાં બે – ત્રણ દિવસે એકાદ કેસ , પછી લગભગ રોજ ૧-૨ કેસ , વધતાં વધતાં ૩-૪ કેસ અને છેલ્લા ૨ દિવસથી ઉપરા ઉપરી ૧૦ કેસ પોઝીટીવ આવતાં અમરેલીના લોકોમાં ફફડી ગયા છે . લગભગ ૪૮ દિવસમાં ૮૩ નવા કેસો પોઝીટીવ આવી ચુકયા છે . પોઝીટીવ દર્દીઓ જીલ્લાના નવા નવા વિસ્તારોમાંથી આવી રહયા છે જે દર્શાવે છે કે વાયરસનો વ્યાપ વધ્યો છે . અમરેલી શહેરમાં જ આજે એક સાથે ૬ કેસ પોઝીટીવ આવ્યા અગાઉના કોરોના વગરના ૫૪ દિવસ અમરેલીના લોકો માટે ” સુવર્ણ કાળ હતો અને લોકો હવે ચિંતા સાથે પૂછી રહયા છે કે , અગાઉનો સમય ફરી પાછો આવશે ખરો ? હજુ કેટલા કેસો વધશે ? લોકોના મુખ પર ચિંતાના વાદળો છવાય ગયા છે . આ પરિસ્થિતિમાંથી અમરેલી બહાર આવી શકે ખરૂ ? જવાબ ” હા ” છે . પણ આ માટે અમરેલીયને ખુદ ” કોરોના વોરીયર ” ના રોલમાં આવવું

વિશ્વના જે જે દેશો આ પરિસ્થિતિમાંથી પસાર થયા છે અને અંકુશમાં લાવવામાં સફળતા મેળવી છે તેમના અનુભવો અને હાલ આ રોગ વિશે જે કોઈ વૈજ્ઞાનિક તથ્યો સામે આવ્યા છે તેના આધારે અમરેલી માટે એક વ્યુહરચના ઘડવી પડે . અમરેલીમાં કોરોનાના નવા કેસ ઓછા થાય અને સાથે સાથે મૃત્યુ પ્રમાણ ઘટે તે માટે બાબતો પર આપણે સહુએ ગંભીરતાથી વિચારવું ઘટે .

( ૧ ) લોકોએ હોસ્પીટલ અને કવોરેન્ટાઈનથી ડરવાને બદલે સામે ચાલીને આ માટે આગળ આવવું પડશે : વિશ્વના જે જે દેશોમાં કોરોનાના ફેલાવા પર કંટ્રોલ મેળવ્યો છે તેમનો અનુભવ છે કે વહેલાસર જો નિદાન થાય તો તેની સારવાર કરવી સહેલી પડે છે . અમરેલીમાં આજ સુધીમાં ૬ દર્દીઓના મૃત્યુ થયા છે . બે કેસમાં દર્દીએ તેમના લક્ષણો પ્રત્યે દુર્લક્ષ સેવ્યું હતું . એક કેસમાં તો વ્યકિતની ઉમર ૭૫ થી વધુ હોવા છતાં , તેમની ઘરે સારવાર કરાવડાવી . તાવ , શરદી અને સુકીઉધરસ , શરીરમાં તોડ થવી , માથું દુખવું અને ગળામાં સખત દુખવું જેવાં લક્ષણો ધરાવતાં દર્દીઓ ઘેર બેઠા કે મેડીકલ સ્ટોરમાંથી ‘ ‘ પેઈન કીલર ” ખરીદી ઘર સારવાર લેવાનું જોખમ લેવા જેવું નથી . તેમાં કે હૃદયના રોગથી પીડાતાં વ્યકિત તો ઘડીના યોગ્ય હોસ્પીટલનો સંપર્ક કરી વહેલી તકે નિદાન અને સારવાર કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ

એજ રીતે જે લોકો પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવ્યા હોય તેમણે સામે ચાલીને આરોગ્ય તંત્રનો સંપર્ક કરી તેમની સૂચના મુજબ સંસ્થાકીય કે હોમ કવોરેન્ટાઈન થઈ જવું જોઈએ . કવોરેન્ટાઈન કંઈ જેલની સજા નથી . જે લોકો પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવ્યા હોય અને બિન્દાસ બની બહાર રખડતા રહે છે તેનાથી તેમના પરિવાર અને સમાજને પારાવાર ખતરો ઉભો થયો છે

( ૨ ) ઘનિષ્ઠ કોન્ટેકટ ટ્રેસીંગ ( પોઝીટીવના કોન્ટેકટને ઝડપથી શોધી કવોરેન્ટાઈન કરવા ) : કોરોનાનું નિદાન થયા પછી તે દર્દીના સંપર્કમાં આવેલ લોકોને અલગ પાડી તેને કવોરેન્ટાઈન કરવાની પધ્ધતિ , ખુબજ ચેપી એવા આ વાયરસનો ફેલાવો અટકાવવાનુ ખુબજ મહત્વનું હથિયાર છે . આરોગ્ય ખાતાના કર્મચારીઓ પુછપરછ કરી શોધી કાઢે છે કે છેલ્લા ૮-૧૦ દિવસમાં તેમના પરિવારના સદસ્યો ઉપરાંત અન્ય કોણ કોણ દર્દીના સંપર્કમાં આવેલ . કોન્ટેકટને શોધવાનું આ કામ જેટલું ગંભીરતાથી કરવામાં આવે એટલો આ વાયરસને ઘેરવામાં મદદ મળે છે . સદ્દભાગ્યે અમરેલીના કલેકટરશ્રી ડી.ડી.ઓ.શ્રી , જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી , જીલ્લાના એપીડેમીયોલોજીલ ઓફિસરશ્રી તથા તેમની સાથેના આરોગ્ય કર્મચારીઓની ટીમ આ બાબતમાં ખુબજ જે કોઈ વ્યકિત કોરોના પોઝીટીવ દર્દી સાથે ૬ ફુટથી ઓછા અંતરે ૧૫ મિનિટ સુધી સંપર્કમાં રહ્યો હોય તે ” કોન્ટેકટની ” વ્યાખ્યામાં આવે . આ સંપર્ક દર્દીમાં રોગના લક્ષણો શરૂ થયાના ૨ દિવસ અગાઉથી શરૂ કરી દર્દી કોરોના પોઝીટીવ આવ્યો હોય ત્યાં સુધીનો ગણાય . પરંતુ , આ કોન્ટેકટ ટ્રેસીંગ ત્યારે જ વધુ અસરકારક નીવડે જો કોન્ટેકટમાં આવેલ તમામમાં કોરોનાનું ટેસ્ટીંગ કરવામાં આવે . કોન્ટેકટમાં આવેલા માંથી કેટલાંકમાં વાયરસ પ્રવેશયો છે તે જલ્દી જાણી શકાય તો આ પોઝીટીવ કોન્ટેકટના કોન્ટેકટ ( જેને સેકન્ડરી કોન્ટેકટ ) ને પણ કવોરેન્ટાઈન કરી શકાય અને પોઝીટીવ આવેલ કોન્ટેકટની સારવાર પણ ઝડપથી શરૂ કરી શકાય . પણ અત્યારે જે ગાઈડલાઈન છે તેમાં કોન્ટેકટમાં આવેલામાં લક્ષણો ( Symptoms ) દેખાય તો જ તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે . બીજું પ્રવર્તમાન સીસ્ટમમાં કોન્ટેકટમાં આવેલ લોકોને સરકારી કવોરેન્ટાઈન વ્યવસ્થામાં રાખવામાં આવે છે જેમાં એક રૂમમાં બે – ત્રણ વ્યકિતઓને રખાય છે , જેમાં એક જ કોમન ટોયલેટ હોય છે . હવે સાથે રખાયેલ આ ૨-૩ વ્યકિતઓમાંથી એક વ્યકિતમાં વાયરસે પ્રવેશ કર્યો હોયતો એવા કિસ્સામાં તેની સાથે રખાયેલ ૨ કોન્ટેકટસ અનાયાસે સંક્રમણનો શિકાર બને તેવી શકયતાઓ છે . આમ , કોન્ટેકટ ટ્રેસીંગમાં વર્તમાન તંત્ર ગંભીર હોવા છતાં , તમામ કોન્ટેકટસના ટેસ્ટ ન થતા અને કોન્ટેકટસને કવોરેન્ટાઈન કરવાની સરકારી વ્યવસ્થાઓ ખામી ભરેલ હોવાથી નવા દર્દીઓ ઉભા થાય તેવી શકયતાઓ છે . વર્તમાન કવોરેન્ટાઈન વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન અનિવાર્ય બન્યું છે

(3) શોસીયલ ડીસ્ટન્સીંગ , માસ્ક અને વારંવાર હાથ ધોવાના પાયાના નિયમો પાળવા . બાબતમાં જાગૃતિ :તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ” દો ગજ કી દૂરી ” નું સુત્ર આપ્યું છે . અનેક વૈજ્ઞાનિક પરીક્ષણોમાં સાબિત થઈ ચુકયું છે કે , સંક્રમિત વ્યકિત છીંક કે ઉધરસ ખાય તો તેના નાક – ગળામાંથી ફેલાયેલ વાયરસ સાથેના ડોપલેટસ ૬ ફીટ સુધી જઈ શકે છે . આમ અનાયાસે થતા ઈન્ફકશનથી બચવા જાહેર સ્થળોએ , બજારોમાં , ઓફિસોમાં શોસીયલ ડીસ્ટન્સગનું પાલન સજાગતાથી કરીએ . ભીડમાં જવાનું ટાળીએ . આપણે ત્યાં શાક માર્કેટમાં હજુ આ બાબતમાં સંપૂર્ણ બેદરકારી જોવા મળી રહી છે . માસ્કની વાત પણ ખુબજ મહત્વની છે . સંક્રમિત વ્યકિત સાથે માસ્ક વગર વાતચીત કરવાથી પણ કોરોનાના વાયરસ આપણા શ્વસનતંત્રમાં પ્રવેશી શકે છે . માસ્ક પહેરવાની સાચી રીત પણ જાણવી જરૂરી છે . વારંવાર માસ્કની બહારની સપાટીને અડવાથી કે માસ્કને ઉચો નીચો કર્યા કરવાની ટેવ જોખમી પુરવાર થઈ શકે છે . શકય હોય તો ૮-૧૦ માસ્ક રાખવા જોઈએ જેને દરરોજ બદલી શકાય . આ ઉપરાંત જેમને દિવસ દરમ્યાન વધારે લોકોના સંપર્કમાં આવવાનું થાય છે તેવા દુકાનદારો , શાકભાજીના ફેરીયાઓ , પેટ્રોલ પંપના કર્મચારીઓ , એસ.ટી.ના ડ્રાયવર , કંડકટરો , હોમ ડીલીવરી કરતાં કર્મચારીઓ , પોસ્ટ ઓફીસ , બેન્કના કર્મચારીઓ , ટ્રાફીક પોલીસ વિગેરેએ માસ્ક ઉપરાંત ફેસ શીલ્ડ પહેરવાથી તેમને ડબલ રક્ષણ મળે છે . આ બધા લોકોમાંથી કોઈ વ્યકિત વાયરસનો શિકાર બને તો તે ” સુપર સ્પેડર ” બની ઝાઝા લોકોમાં વાયરસનો ચેપ લગાડી શકે છે .

( ૪ ) કોરોનાના દર્દીઓમાં પરંપરાગત શરદી / ઉધરસ | તાવ સિવાયના અન્ય લક્ષણો હોય શકે અને એવું પણ બને કે કોઈપણ પ્રકારના લક્ષણો ન હોય . કોરોનાનો વાયરસ શરીરમાં પ્રવેશે એટલે શરદી ઉધરસ તાવના ફલુ જેવા લક્ષણો સાથે પ્રગટ થાય છે . પરંતુ , આવા લક્ષણો તમામ દર્દીઓમાં જોવા મળતાં નથી . આ સિવાય ખાલી માથુંદુખવું , આખું શરીર દુખવું , કમર અને પગમાં તોડ થવી , ઝાડા થઈ જવા જેવા લક્ષણો સાથેના દર્દીઓમાં પણ કોરોના મળી આવે છે . લગભગ ૬૦ થી ૭૦ ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો હોતા નથી . આવા દર્દીને કાઢવાનું કામ અશકય છે . આવા કોઈપણ લક્ષણ નહીં ધરાવતાં Asymptomatic ( એસીમ્પટોમેટીક ) દર્દીઓ ખુબજ જોખમી બની શકે છે . આ સિવાય પણ શરદી તાવ ઉધરસના લક્ષણો પરિવારના કોઈપણ સભ્યમાં દેખાય તો ડોકટરની સલાહ તો લેવાય વ્યકિતએ જાતે જ સેલ્ફ કવોરેન્ટાઈન થઈ પોતાના પરિવાર લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ .

( ૫ ) સરકારે ભલે ” અનલોક -૨ ” ચાલું કર્યું પણ આપણે ” લોકડાઉન ” ચાલું છે તેમ વર્તીએઃ આપણે સૌ હવે જાણી ચુકયા છીએ કે લોકડાઉનમાં છૂટછાટો જાહેર થતાંની સાથે અને અનલોક -૧ ” ના અમલ સાથે જ કોરોનાના કેસોનો વિસ્ફોટ થયો છે . લોકડાઉનને કારણે આપણે કોરોના ઘણા નવા દર્દીઓમાં થતાં અટકાવી શકયા હતાં . એટલે જાણે સરકાર કે તંત્ર દ્વારા લોકડાઉન ન હોય પણ આપણે લોકડાઉન ચાલું છે એ રીતે વર્તીએ તો પણ આ રોગના ફેલાવાને અંકુશમાં રાખી શકાય . ઘેરથી બહાર નીકળવા ચંપર / બુટ પહેરીએ કે સ્કુટર / મોટર સાયકલને કીક મારતી વખતે આપણી જાતને પુછી લઈએ કે આપણું બહાર જવાનું અનિવાર્ય છે ? તેને ટાળી શકાય તેમ છે ? યુવાનો આ વાતને ખુબજ ગંભીરતાથી લે . અમરેલીમાં છેલ્લા ૨ દિવસમાં પોઝીટીવ આવેલ કેસોમાં ૩૦ વર્ષથી નીચેના પણ ત્રણ – ચાર કેસ છે . વગર કારણે ફરતાં રહેતા યુવાનો પોતાના પરિવારના મોટી ઉમરના વડીલો માટે જોખમી વાયરસ લાવવાની કુરીયરની ” ભૂમિકા ભજવી શકે ગપ્પા મારવાં , સુવાણ કરવા કે ખપત કરવા માટે બહાર નિકળવું અત્યારના સંજોગોમાં અપરાધ છે , જેના ગંભીર પરિણામો આપણાં પરિવારને જ ભોગવવા પડે એ વાતનો ખ્યાલ કાયમ મનમાં રાખીએ . મિત્ર કે સ્નેહી સાથે વાતચીત કરવાનું મન થાય તો હવે તો આપણને ટેકનોલોજી પણ ઉપલબ્ધ છે . મોબાઈલથી વાતો કરીએ , શોસીયલ મીડીયાથી મેસેજ કરી આપણી સંગાથની ભુખને મિટાવીએ . કોઈનો ચેહરો જોયા વગર ચાલે તેમ ન હોય તો હવે તો વીડીયો કોલગ પણ શકય છે .

( ૬ ) ઘરના વયસ્કો / વડીલો માટે ” રીવર્સ કવોરેન્ટાઈન ” : દુનિયાભરમાં કોરોનાએ ભોગ લીધો હોય તેવા દર્દીઓમાં ૬૦ વર્ષથી વધુ ઉમરની વ્યકિતઓનું પ્રમાણ ખુબજ વધારે છે . એમાં પણ સાથે જો ડાયાબીટીસ , હૃદયરોગ કે બ્લડપ્રેશર જેવી બિમારી હોય તો આવી વ્યકિતમાં કોરોનાનું ઈફેકશન ઘાતક નીવડે તેવી મોટી શકયતાઓ હોય છે . ઈટાલીમાં કોરોનાનો મૃત્યુદર ખુબજ ઉચો હોવાનું કારણ ત્યાં કુલ વસ્તીમાં મોટી ઉમરના લોકોનું પ્રમાણ ખુબ વધારે છે . સરખામણીમાં ભારત યુવાન દેશ ગણાય છે . છતાં , આપણા દેશમાં પણ કોરોનાથી મૃત્યુ પામેલ વ્યકિતઓમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોનું પ્રમાણ ૫૦ ટકા જેટલું છે . જયારે કુલ વસ્તીમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના વ્યકિતઓની સંખ્યા ૧૫ ટકાથી પણ ઓછી છે . એટલે , પરિવારના આવા વડીલો અને વયસ્કોની વિશેષ સંભાળ ખુબજ મહત્વની છે . નવા કન્સેપ્ટ જેને રીવર્સ કવોરેન્ટાઈન ( Reverse quarantine ) કહેવામાં આવે છે તે મુજબ મોટી ઉમરના લોકોને કોરોનાના દર્દીની જેમજ પોતાના ઘરમાં કવોરેન્ટાઈન કરી દેવાય તો આવા બધા વયસ્કોને આ વાયરસથી બચાવી શકાય અને એ રીતે મૃત્યુદર પણ ઘટાડી શકાય . ( ૭ ) બહારગામથી આવેલ વ્યકિતઓ પર નજર રાખીએ અને ૧૪ દિવસ સુધી બને એટલો ઓછો સંપર્ક રાખીએ . અમરેલીમાં પોઝીટીવ આવેલ ૮૩ દર્દીઓમાંથી ૪-૫ દર્દીઓની ટ્રાવેલ હીસ્ટ્રી મળતી નથી . બાકીના લગભગ ૭૫-૭૮ જેટલા દર્દીઓ યા તો પોતે અમદાવાદ – સુરત કે મુંબઈથી આવ્યા છે અને કાં તો આ શહેરોમાંથી આવેલા લોકોના સંપર્કમાં આવ્યાં છે . આપણાં ઘેર , અડોશ પડોશ , શેરીમાં કે ગામમાં બહારથી આવેલ વ્યકિત પર નજર રાખીએ . ૧૪ દિવસ સુધી તેની સાથે સંપર્ક ન રાખીએ અને આવી વ્યકિતમાં ફલુના જરાપણ લક્ષણ દેખાય તો તેને તુરત ડોકટર પાસે કે હોસ્પીટલમાં લઈ જઈએ . ઉપરના તમામ મુદ્દાઓમાં એક વાત ખુબજ સ્પષ્ટ છે કે , કોરોનાના સંક્રમણ અને તેનાથી થતા સંભવિત મૃત્યુમાંથી કોઈ સરકાર કે તંત્ર એકલાં હાથે કામ કરી આપણને સુરક્ષિત રાખી શકે નહિં . જરૂર છે સહિયારા પુરૂષાર્થની . આપણે જાતે જ સાવધ રહીએ . અમરેલી જીલ્લાનાં જો દરેક રહેવાસી કોરોના વોરીયર બની આ બધી બાબતોનું પાલન કરે અને બીજા પણ કરે તેની કાળજી લે તો હજુ કંઈ બગડી ગયું નથી . આપણે ફરી અગાઉ ભોગવેલ સુવર્ણકાળના દિવસો ફરી પાછા લાવી શકીએ .

 

Related posts

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અને જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઇ ખુમાણના પ્રયત્નો થી આવતી કાલ તા.18 મે, 2020ના રોજ બપોર બાદ ખેડૂતોને સિંચાઈ માટે રાયડી ડેમ માંથી પાણી છોડવામાં આવશે

City Watch News

લાઠી શહેરમાં સમસ્ત અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી શિક્ષણ સંગઠન માટે સંદેશ આપતા અગ્રણીઓ

City Watch News

હાલમાં ચાલી રહેલી રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે અમરેલી-વડીયા તાલુકાના વાવડી ગામે વિરજીભાઇ ઠુંમર, ધારાસભ્ય લાઠી -બાબરા, ના નિવાસ સ્થાને ધારાસભ્યનો મેળાવડો

City Watch News