www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ભારે વાહનો માટે દિવસ દરમિયાન અમરેલી શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ

અમરેલી શહેરમાં ઘણા સમયથી વાહનોની સંખ્યામાં અવરજવરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભારે વાહનોના લીધે અમરેલી શહેરમાં ટ્રાફિક સમસ્યા રહે છે. રોડ રસ્તાની સ્થિતિ નબળી તથા ભારે વાહનોને લીધે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અમરેલી શહેરમાં લાઠી રોડ પર રેલવે ફાટકથી માંડીને ફોરવર્ડ સર્કલ સુધી તથા ફોરવર્ડ સર્કલથી ચિતલ રોડ અવધ રેસીડેન્સી સુધી તથા રાજકમલ ચોકથી તથા રેલવે સ્ટેશન સુધી સાવરકુંડલા બાયપાસ રોડથી અમરેલી શહેરમાં પ્રવેશતા તેમજ નાગનાથ સર્કલ સહિતના વિસ્તારોમાં ભારે વાહનોથી ટ્રાફિક સમસ્યા ઉદભવતી હતી. જેથી અમરેલી શહેરમાં પ્રવેશતા વાહનો પર પ્રતિબંધ મુકવા દરખાસ્ત થઇ આવી હતી. આ અંગેનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને કોઈ શખ્સોને વાંધા – સૂચના રજુ કરવા જણાવવામાં આવ્યું હતું. આ જાહેરનામાની બહોળી પ્રસિદ્ધિ બાદ કોઈ વાંધા-સૂચનો મળ્યા ન હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓક દ્વારા ભારે વાહનોના પ્રવેશ અને અવરજવર તેમજ જાહેર માર્ગો પર અડચણરૂપ પાર્ક કરવા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હાલમાં રાજકોટ રોડથી ભાવનગર રોડના બાયપાસ રોડનો ઉપયોગ શરૂ થઇ ગયેલ હોવાથી ભારે વાહનો અમરેલી શહેરમાં પ્રવેશ કર્યા સિવાય સરળતાથી પસાર થઈ શકે છે. તેથી ભારે વાહનોને અમરેલીમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવાથી અમરેલી શહેર વિસ્તારમાં ટ્રાફિક નિયમો અને નિયમન સરળતાથી થઈ શકે એમ હોવાથી ટ્રાફિક તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભારે વાહનોનો પ્રવેશ અટકાવવો જરૂરી
હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ આ પ્રતિબંધ મુક્યો છે. અમરેલી શહેરમાં સવારના છ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી પોલીસ તેમજ સરકારી ફરજ પરના વાહનો એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડના વાહનો, સ્કૂલ બસ, એસટી વિભાગના વાહનો તેમજ પેટ્રોલ ડીઝલના ટેન્કર સિવાયના તમામ ભારે વાહનો જેવા કે છ કે તેથી વધુ વ્હીલવાળા વાહનોને અમરેલી શહેરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે