fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
ભાવનગર

આવશ્યક સેવાઓ સિવાયનો અન્ય સ્ટાફ કચેરી કામગીરી પોતાના ઘરેથી જ કરશે

તાજેતરમાં ફેલાયેલ નોવેલ કોરોના વાયરસ(Covid-19)ને નિયંત્રણમાં લાવવા ભારત
સરકારના કર્મચારીગણ મંત્રાલય તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લેવાની થતી તકેદારી
સંબંધમાં વખતોવખત સૂચનાઓ પરિપત્ર કરી છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારી અધિકારીઓની
કચેરીમાં ૫૦% રોટેશન હાજરી સંબંધમાં તા.૨૧/૩/૨૦૨૦ના પરિપત્રથી સૂચનાઓ બહાર પાડવામાં
આવેલ. જેમાં નોવેલ કોરોના વાઈરસના ચેપ નિયંત્રણ કરવા સાથે સીધા સંકળાયેલ
કર્મચારીઓ/અધિકારીઓ તેમજ આવશ્યક/તાત્કાલિક સેવાઓ સાથે સંકળાયેલી વિભાગો કચેરીઓ જેવી કે
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ તેઓને સંલગ્ન કચેરીઓ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ
અને તેઓને સંલગ્ન કચેરીઓ, કલેકટર કચેરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલ કચેરીઓ, પંચાયત,
નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓ (આવશ્યક/તાત્કાલિક પ્રકારની કામગીરી સાથે સંકળાયેલ
કર્મચારી/અધિકારીઓ) ગેસ-વીજળી વિતરણ કરતી કંપનીઓ, પાણી પુરવઠા સાથે સંકળાયેલી સંલગ્ન
કચેરીઓ, પોલીસ તંત્ર વગેરે જેવી કચેરીઓને આ ૫૦% રોટેશન હાજરી લાગુ પડશે નહીં.

અન્ય અધિકારી/કર્મચારીઓએ ઘરેથી કાર્ય (Work From Home) કરવાનું રહેશે તેમજ મોબાઇલ ફોન તથા
ઈ-મેઈલ પર ઉપલબ્ધ રહેવાનું રહેશે. આ સૂચનાઓ બોર્ડ, કોર્પોરેશન કચેરીઓને પણ લાગુ પડશે તેમ
સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરની યાદીમા જણાવવામા આવ્યુ છે.

Related posts

વિધ્યાનગર બી.પી.ટી.આઇ. પાસેથી ચોરાઉ બાઇક સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એલસીબી

City Watch News

ભાવનગર જીલ્લાના ધોધા પો.સ્ટે. અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

City Watch News

અંતે તંત્ર દ્વારા ગેરકાયદે ખનિજવહન પર કાર્યવાહી હાથ ધરાઇ ,બરવાળા-ભાવનગર રોડ પર ૭ ડમ્પર સહિત 1.25 કરોડ નો મુદ્દામાલ કબ્જે કરાયો

City Watch News