fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
ભાવનગર

નોવેલ કોરોના વાયરસને પગલે ખેડૂતોના હિતમાં લઘુતમ ટેકાના ભાવથી ઘઉંની ખરીદી માટેના ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.૩૧/૦૩/૨૦૨૦ સુધી મોકૂફ રખાયા

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૦-૨૧ અંતર્ગત
ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. ભાવનગરના ૭ (સાત) ગોડાઉન ખરીદ કેન્દ્રો
ખાતે કરવામાં આવનાર છે. લઘુતમ ટેકાના ભાવે ઘઉં વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન
નોંધણી સંબંધિત ગોડાઉન કેન્દ્ર ખાતે તા.૩૧/૦૩/૨૦૨૦ સુધી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં
આવેલ. પરંતુ હાલ નોવેલ કોરોના વાયરસને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં
આવેલ છે. હાલ ગુજરાતમાં પણ સદરહુ વાયરસના કેસોની સંખ્યા વધી રહેલ છે. આથી જાહેર સલામતીના
ભાગરૂપે ખેડૂતોના હિતમાં લઘુતમ ટેકાના ભાવથી ઘઉંની ખરીદી માટેના ઓનલાઈન રજીસ્ટ્રેશન
તા.૩૧/૦૩/૨૦૨૦ સુધી મોકૂફ રાખવામાં આવેલ છે. વધુમાં રજીસ્ટ્રેશન માટેની તારીખની જાણ નવેસરથી
કરવામા આવશે. જેની સર્વે ખેડૂત ભાઈઓએ નોંધ લેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, ભાવનગરની યાદીમાં
જણાવવામાં આવ્યું છે.

Related posts

નવી દિલ્લી ખાતે બુધવારે ઈશ્વરિયાના કાર્યકર્તા મૂકેશ પંડિતને ‘જળ પ્રહરી સન્માન’ એનાયત થશે

City Watch News

કેન્દ્રિય રાજ્ય નાણામંત્રી અનુરાગસિંધ ઠાકુર ભાવનગરના સરદારનગર સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે મુર્તિ પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહ્યા

City Watch News

ભાવનગર શિશુવિહાર સંસ્થા દ્વારા તાલીમાર્થીનું ડિઝાસ્ટર મેનેજમેન્ટનું નિર્દેશન યોજાયું

City Watch News