fbpx
27 C
Gujarat
August 12, 2020
www.citywatchnews.com
ભાવનગર

જાહેરનામા ભંગ બદલ ૮૧ આરોપીઓની અટકાયત તથા ૬૮ વાહનો ડિટેઈન કરાયા

કેન્દ્રીય ગૃહમંત્રાલયના તા. ૨૪/૦૩/૨૦૨૦ના હુકમ મુજબના જાહેરનામાથી
તા.૨૫/૦૩/૨૦ થી દિવસ-૨૧ સુધીના સમગ્ર દેશના લોકડાઉન કરવામાં આવેલ છે. જે અન્વયે જિલ્લાના
સમગ્ર વિસ્તારમાં જાહેરનામામાં જણાવેલ આવશ્યક સેવાઓ શરૂ રખાવી બાકી તમામ સેવાઓ બંધ રખાવેલ
છે. આ જાહેરનામાનો જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તથા ભાવનગરની ટીમ દ્વારા કડક અમલવારી કરાવેલ છે.
તેમજ કોરોના વાયરસની ભવિષ્યની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની
કામગીરી કાયદાકીય રીતે ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમિક ડીસીઝ એક્ટ, ૧૮૯૭ અન્વયે
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તા.૧૫/૦૩/૨૦૨૦ના પરિપત્ર થકી રાજ્યમાં
“ધ એપેડેમિક રેગ્યુલેશન, ૨૦૨૦” લાગુ કરવામાં આવેલ છે તેમજ કોરોનાને ડિઝાસ્ટર તરીકે જાહેર કરેલ
હોય પોલીસ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ અન્વયે પણ કાર્યવાહી કરવામાં આવેલ છે.
લોકડાઉનની ચુસ્ત અમલવારી અંતર્ગત ભાવનગર જિલ્લા પોલીસ યુનિટ દ્વારા આઈ.પી.સી. કલમ ૧૮૮,
મુજબ ૪,૨૮૮ કેસ, ધ એપેડમિક રેગ્યુલેશન, ૨૦૨૦ અન્વયેના આઈ.પી.સી.-૨૬૯, ૨૭૦, ૨૭૧ હેઠળ
૧,૯૮૦ કેસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ હેઠળ ૧૫ કેસ, ડ્રોન કેમેરાના માધ્યમથી નિરીક્ષણ કરી
આઈ.પી.સી. કલમ ૧૮૮ મુજબ ફુલ ૭૮૨ કેસ તેમજ મોટર વ્હીકલ એક્ટ-૨૦૭ હેઠળ કુલ ૧૧,૬૩૦ વાહનો
ડિટેઇન કરાયા છે.

Related posts

૧ દર્દીને રજા અપાતાં કોરોના પર વિજય મેળવનારા દર્દીઓની સંખ્યા ૮૫ એ પહોંચી

City Watch News

૯૨ વર્ષીય વૃદ્ધ કોરોનામુક્ત થયા હોય તેવો પ્રથમ કિસ્સો નોંધાયો ભાવનગરમા

City Watch News

ભાવનગર જિલ્લામાં વિદેશથી આવેલ તમામ નાગરિકોની મેડિકલ તપાસની સાથે ૧,૨૩૫ લોકોનું હોમ કોરેન્ટાઈન પૂર્ણ

City Watch News