fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
ભાવનગર

સાવધાન: સોશ્યલ મિડીયા ઉપર ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનાર વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી

આધુનિક યુગમાં કોમ્પ્યુટર/લેપટોપ/મોબાઇલના બહોળો વપરાશ કરવામાં આવે છે. હાલમાં ચાલતી કોરોનાની વૈશ્વિક મહામારીનાં પગલે સમગ્ર ભારત દેરમાં જાહેર કરવામાં આવેલ લોકડાઉન દરમ્યાન લોકો પોતાના પરિવાર સાથે તેઓનાં ઘરે જ રહેતાં હોય. આ સમયગાળા દરમ્યાન સોશિયલ મીડિયાનો લોકો દ્રારા સદ્ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે તેમજ અમુક લોકો દ્રારા દુરૂપયોગ પણ કરવામાં આવતો હોય છે. ભાવનગર રેન્જ, ભાવનગરનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ દ્રારા સાયબર ક્રાઇમ સેલ, ભાવનગર રેન્જ, ભાવનગરને સોશિયલ મિડીયાનો લોકો દ્રારા થતો દુરૂપયોગ અટકાવવા માટે સોશિયલ મિડીયામાં વોચ રાખી સોશિયલ મિડીયાનો દુરૂપયોગ કરતાં લોકોનાં એકાઉન્ટ બંધ કરાવવા તેમજ તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ. આ સૂચનાનાં પગલે ભાવનગર રેન્જની સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્વારા સોશિયલ મિડીયા ઉપર વોચ રાખી ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી ધાર્મિક લાગણીઓ દુઃભાય તેવી પોસ્ટ કરવાવાળા કુલ-૨૪ એકાઉન્ટ શોધી કાઢી બંધ કરાવવા માટે કાર્યવાહી કરેલ છે તેમજ આવી પોસ્ટ કરવાવાળા વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે. આ સિવાય પણ આવાં અસામાજિક પ્રવૃતિ કરનારાં ઇસમો ઉપર વોચ રાખવાનું ચાલુ છે. જેથી નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર, IPSનાઓ દ્વારા સોશ્યલ મિડીયાના ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર જેવા માધ્યમોથી સસ્તી પ્રસિધ્ધી મેળવવાની અપરાધિક માનસિકતા ધરાવતા યુવાનોને આવી પ્રવૃતિ ન કરવા માટે જાહેર અપીલ કરવામાં આવે છે.

Related posts

ભાવનગરમાં નીરમા પ્લાન્ટના શ્રમિકોએ વતન જવાની માગ સાથે બસના કાચ તોડી કરી ધમાલ

City Watch News

ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણની સરવાણીને અવિરત વહેતી રાખવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે ભાવનગરના શિક્ષકો

City Watch News

ઉમરાળા તાલુકાના ચોગઠ ખાતે શ્રી રામભાઈ રાવળદેવના સમાધિ નવનિર્માણ તથા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ

City Watch News