www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

નેશનલ જુડો અંડર-૧૭ સ્પર્ધામા ગુજરાત ઓલઓવર ૨ ક્રમાંકે

ભાવનગરના ઘર આંગણે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે અંડર-૧૭ બહેનોની સ્પર્ધામાં ગુજરાતની ખેલાડીએ કુલ ૩ ગોલ્ડ અને ૨ સિલ્વર
મેડલ પ્રાપ્ત કરી ગુજરાતને બીજા ક્રમાંક પર લાવી આપ્યું છે. તારીખ ૧૬ થી ૧૮ નવેમ્બરના સીદસર ખાતે આવેલા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના બહુ હેતુલક્ષી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે નેશનલ સ્કૂલ ગેમ જૂડો ચેમ્પિયનશિપમાં ૩૬ કિ.ગ્રા. નીચેના વજન જૂથમાં હરિયાણાની સિમરત સિંઘ ચેમ્પિયન બની જ્યારે ગુજરાતની અર્ચના નાથાભાઈ નાઘેરાએ સિલ્વર મેડલ
વિદ્યા ભારતીની ઈસા પ્રિતમ તથા મહારાષ્ટ્રની શ્રદ્ધા ચોપડીએ સંયુક્ત રીતે કાસ્ય ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. ૩૬-૪૦ કિલો વજન જૂથમાં ગુજરાતની અંકિતા નાથાભાઈ નાઘેરાએ ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. જ્યારે દિલ્હીની નીતિ આસરા એ સિલ્વર મેડલ, રાજસ્થાનની સલોની અગ્રવાલ તથા વિદ્યા ભારતીની લક્ષ્મી નાગરને સંયુક્ત રીતે કાંસ્ય ચંદ્રક જીતવામાં સફળતા હાથ લાગી હતી. આ અગાઉ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત હોલ ખાતે ૬૫મી નેશનલ સ્કૂલ ગેમ જૂડો ચેમ્પિયનશિપમાં ઉદધાટન ગુજરાત રાજ્યના રમતગમત મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, એસ.એસ.જી. સચિવશ્રી ડી.ડી. કાપડિયા, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ ડો.અર્જુનસિંહ રાણા અને લીલા ગ્રૂપ ઓફ કંપનીઝના ચેરમેન કોમલકાંત શર્માની ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ યોજાઈ ગયો હતો. ઉદઘાટન સમારોહમાં આભાર વિધિ ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટસ કોચીંગ સેન્ટરના સીનીયર કોચ દિવ્યરાજસિંહ બારીયાએ કરી હતી. આ સ્પર્ધામાં ભારતભરના ૨૮ રાજ્યો સહિત આશરે ૭૦૦ જેટલા ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તારીખ ૧૯ થી ૨૨ અંડર-૧૭ ભાઈઓની સ્પર્ધા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સીદસર રોડ, ભાવનગર ખાતે થશે. જેમા ભાવેણાની જનતા અને રમતપ્રેમીઓને બહુ હેતુલક્ષી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આ ચેમ્પિયનશિપ જુડો સ્પર્ધા જોવા માટે ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામા આવે છે. નડિયાદ જુડો એકેડમીના ૫ ખેલાડી બહેનોએ અંડર-૧૭માં ૩ ગોલ્ડ અને ૨ સિલ્વર મેડલ પ્રાપ્ત થતા ગુજરાત ઓલ ઓવર બીજા ક્રમાંકે આવ્યુ છે. ભાવનગરના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સીદસર રોડ ખાતે ૬૫મી જુડો નેશનલ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં રાજ્ય સરકાર સંચાલિત જુડો એકેડમીની ખેલાડીઓએ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વધુમાં પૂર્વ ઈન્ટરનેશનલ જૂડો પ્લેયર નિશાંત ભટ્ટે જણાવ્યું હતું કે ગુજરાતના નડિયાદમાં એસ.એ.જી. જુડો એકેડમી સ્થાપના કર્યા બાદ ખેલાડીઓને એક્સપર્ટ કોચ દ્વારા શ્રેષ્ઠ તાલીમ અને સવલતો મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૪ વર્ષથી જુડો એકેડમીની સ્થાપના નડિયાદ ખાતે કરવામાં આવી છે. જેમાં રહેતા ખેલાડીઓને રહેવા જમવા ઉપરાંત કોચિંગ તેમજ તાલીમની શ્રેષ્ઠ સગવડતા ઉપલબ્ધ કરવામાં આવી રહી
છે. જુડોમાં ગુજરાતમાં કોઇ સ્થાન જ નહોતું પરંતુ નડિયાદ ખાતે રાજ્ય સરકાર દ્વારા સ્થાપવામાં આવેલી એકેડમીના કારણે હાલમાં જ ભાવનગર ખાતે અંડર-૧૭ બહેનો જૂડો ચેમ્પિયનશિપમાં આ એકેડમીની ખેલાડી ૧) અંકિતા નાઘેરા ગોલ્ડ મેડલ, ૨) અર્ચના નાઘેરા સિલ્વર મેડલ, ૩) સોનલ ડોડીયા સિલ્વર મેડલ, ૪) દરજાદા સાહિલ ગોલ્ડ મેડલ, ૫) મહેરૂખ મકવાણા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આમ ૩ ગોલ્ડ અને ૨ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી નડિયાદ એકેડમી અને ગુજરાતનું નામ રોશન કરેલ છે. આ તમામ રાજ્યોમાં આવેલ અને મેડલ પ્રાપ્ત થનાર ખેલાડીઓને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના પૂર્વ ચીફ કોચશ્રી તનસુખ છાટબાર અને સીનીયર કોચશ્રી ભાવનગર દિવ્યરાજસિંહ બારીયા દ્વારા સન્માન કરવામાં આવેલ હતુ તેમ શ્રી દિવ્યરાજસિંહ બારીયા સીનીયર કોચ જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર ભાવનગર દ્વારા જણાવવામા આવેલ છે.