22 C
Gujarat
February 27, 2020
www.citywatchnews.com
ભાવનગર

જિલ્લા કક્ષાનું પોલિયો બુથનું ઉદ્ઘઘાટન જિલ્લા પ્રમુખશ્રી બી.કે.ગોહિલના હસ્તે વરતેજ ગામે યોજવામાં આવશે

ભાવનગર જિલ્લા પંચાયત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા. ૧૯/૦૧/૨૦૨૦ના રોજ પોલિયો પીવરાવવાનું આયોજન કરવામાં આવેલ છે. ૦ થી ૫ વર્ષના એકપણ બાળક પોલયોની રસીના બે ટીપાંથી વંચિત ન રહે તે રીતે કામગીરી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર જીલ્લામાં વરતેજ ગામે જિલ્લા પ્રમુખશ્રી બી. કે. ગોહિલ જિલ્લા પંચાયત, ભાવનગરના હસ્તે કન્યા પ્રાથમિક શાળામાં સવારે પોલિયો બુથનું ઉદઘાટન રાખવામાં આવેલ છે. જેમાં પધારવા આપ સર્વેને ભાવભર્યું આમંત્રણ છે. જેમાં તમામ બાળકોને પોલિયો રસી પીવડાવી રક્ષિત કરવામાં આવશે. આ પ્રસંગે વરતેજ ગામના તમામ વાલીઓને જાણ કરવામાં આવે છે કે, આપના વિસ્તારના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયોની રસીના બે ટીપાં પીવરાવી લેવા વિનતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે. તાવીયાડ તેમજ ડૉ. પી.વી.રેવર, જિલ્લા આર.સી.એચ.ઓ ભાવનગર તથા જિલ્લાના તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા જણાવવામાં આવે છે કે, આપના વિસ્તારના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયોની રસીના બે ટીપાં પીવરાવી લેવા વાલીઓને અપીલ કરેલ છે.

 

Related posts

બાળલગ્ન અટકાવવાના હેતુસર સંબંધિત કચેરી તેમજ પોલીસ ખાતાને જાણ કરવા જાહેર જનતાને અનુરોધ કરવામા આવ્યો

City Watch News

ભાવનગર શહેરમાં ઈદનું શાનદાર ઝુલુસ નીકળ્યું

City Watch News

અલંગના રાજપરા ગામેથી ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લેતી એલસીબી

City Watch News