fbpx
35 C
Gujarat
May 29, 2020
www.citywatchnews.com
બોલિવૂડ

અમિતાભ બચ્ચનની ગુલાબો સિતાબો ફિલ્મનું ટ્રેલર રિલીઝ

દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે અને થિયેટર પણ બંધ છે. આથી લોકોને લાંબા સમયથી કોઈ નવી ફિલ્મ જાવા મળી નથી. જાકે, હવે લોકોને વધુ રાહ નહીં જાેવી પડે. હકીકતમાં મેકર્સ પોતાની ફિલ્મ્સને ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરવાનું વિચારી રહ્યા છે. આ જ કડીમાં સૌથી પહેલી ફિલમ ‘ગુલાબો સિતાબો’નું નામ સામે આવ્યું છે. મેકર્સે ૨૨ મેના રોજ ફિલ્મનું ટ્રેલર રીલિઝ કર્યું છે તો હવે આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર ૧૨ જૂને રીલિઝ થશે. સુજિત સરકારના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘ગુલાબો સિતાબો’માં અમિતાભ બચ્ચન અને આયુષ્યમાન ખુરાના લીડ રોલમાં જાવા મળશે. જા વાત કરવામાં આવે ફિલ્મની સ્ટોરીની તો અમિતાભ બચ્ચન લખનઉની એક હવેલીના માલિકનો રોલ કરી રહ્યા છે. જેમની હવેલીમાં આયુષ્યમાન ખુરાના ભાડૂઆત તરીકે રહે છે. આ ફિલ્મ દરમિયાન બન્ને વચ્ચે હુંસાતુસી અને ઝઘડો જાવા મળે છે. તો, હવેલીના માલિક (અમિતાભ બચ્ચન) ભાડૂઆત (આયુષ્યમાન ખુરાના)ને પોતાની હવેલી ખાલી કરાવવા માટે અજબગજબ કોશિશો કરતા જાવા મળે છે. ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ને જાવા જવા માટે તમારે હવે થિયેટરમાં જઈને ટિકિટની જરૂર નથી. કારણ કે આ ફિલ્મને થિયેટરમાં નહીં પરંતુ ઓટીટી (આવર ધ ટોપ) પ્લેટફોર્મ પર રીલિઝ કરવામાં આવી રહી છે. આ એક ડ્રામા અને પારિવારિક ફિલ્મ છે. ફિલ્મમાં ભલે લડાઈ-ઝઘડો બતાવવામાં આવ્યો હોય પરંતુ દર્શકોનું ભરપૂર મનોરંજન થવાનું છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને આયુષ્યમાન ખુરાના ઉપરાંત વિજય રાઝ અને વ્રજેન્દ્ર કાલા પણ મહ¥વના રોલમાં જાવા મળશે. નોંધનીય છે કે, અમિતાભ બચ્ચન અને આયુષ્યમાન ખુરાના બીજીવાર ડિરેક્ટર સુજિત સરકાર સાથે કામ કરી રહ્યા છે. આ પહેલા અમિતાભ બચ્ચન તેમની ફિલ્મ ‘પીકુ’માં તો આયુષ્યમાન ખુરાના ફિલ્મ ‘વિકી ડોનર’માં જાવા મળ્યા હતાં.

 

Related posts

મોદીએ સવારે છ વાગે બેઠક માટે બોલાવ્યો હતો : વિવેક

City Watch News

જાન્હવી કપુરે કારગિલ ગર્લ ફિલ્મનુ શુટિંગ સમેટી લીધું

City Watch News

સગર્ભા હોવાના હેવાલને અંતે દિપિકાએ રદિયો આપી દીધો

City Watch News