fbpx
www.citywatchnews.com
રાષ્ટ્રીય

ભારતમાં કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ સપાટી પર

કોરોના વાયરસનો આતંક વિશ્વભરમાં જારી છે ત્યારે આજે ભારતમાં પણ કોરોના વાયરસના વધુ બે કેસ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. આ બે કેસ પૈકી એક કેસ નવી દિલ્હીમાં અને અન્ય એક કેસ તેલંગાણામાં સપાટી પર આવ્યો છે. દિલ્હીમાં જે વ્યÂક્ત કોરોનાથી ગ્રસ્ત છે તે ઈટાલીથી યાત્રા કરીને પહોંચ્યો હોવાની માહિતી મળી છે. ઈટાલીમાં કોરોના વાયરસથી મોતનો આંકડો ૪૦થી ઉપર પહોંચી ચુક્યો છે. યુરોપમાં સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ઈટાલી છે. જ્યારે તેલંગાણામાં જે વ્યÂક્ત કોરોના વાયરસથી પોઝિટિવ આવી છે તે હાલમાં દુબઈથી પરત ફરી છે. બંને લોકોને ચાંપતી નજર હેઠલ રાખવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના બે પોઝિટિવ કેસો સપાટી પર આવ્યા છે. ઈટાલી અને દુબઈથી આ બંને લોકો ક્રમશ આવ્યા છે. આજે પત્રકાર પરિષદ યોજીને કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કોરોના વાયરસના બે પોઝિટિવ કેસને લઈને સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.

બે નવા કેસની સાથે ભારતમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા વધીને ૫ થઈ ગઈ છે. ૬૬ દેશોથી વધુના કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. હર્ષવર્ધને દેશવાસીઓને અપીલ કરતા કહ્યું છે કે, આનાથી ભયભીત થવાની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું હતું કે, હાલમાં ભારતમાં ત્રણ પોઝિટિવ મામલા સપાટી પર આવ્યા હતા. કેરળમાં દાખલ થયા હતા. ત્રણેય સ્વસ્થ થઈને ઘરે પરત જઈ ચુક્યા છે. આ ઉપરાંત આજે બે નવા કેસ સપાટી પર આવ્યા છે. હર્ષવર્ધને કહ્યું હતું કે, ચીનથી બહાર સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં દક્ષિણ કોરિયા, ઈટાલી, ઈરાન, જાપાનનો સમાવેશ થાય છે. હવે ૧૨ દેશોથી આવનાર યાત્રીઓની ચકાસણી થઈ રહી છે. ચીન, હોંગકોંગ, સિંગાપુર, થાઈલેન્ડ, જાપાન, દક્ષિણ કોરિયાથી આવી રહેલા લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે. વિયતનામ, મલેશિયા, નેપાળ, ઈરાન અને ઈટાલીથી આવનાર લોકોની ચકસણી થઈ રહી છે. હર્ષવર્ધને કહ્યું હતું કે, ૨૧ મોટા અરપોર્ટ પર ચકાસણી થઈ રહી છે. ૧૨ મોટા અને ૬૫ નાના બદર ઉપર પણ ચકાસણી થઈ રહી છે. એરપોર્ટ પર પાંચ લાખથી વધુ લોકોને ચકાસણી મોટા એરપોર્ટ પર થઈ ચુકી છે. દસ દેશોમાં કોરોના વાયરસ મોત સૌથી વધુ થયા છે. ચીનથી બહાર ૧૩૯ના સૌથી વધારે લોકોના મોત થયા છે. હર્ષવર્ધને કહ્યું હતું કે, નવા મામલા સપાટી પર આવ્યા બાદ આરોગ્ય મંત્રાલય દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આ પહેલા ચીનથી લાવવામાં આવેલા ભારતીય નાગરિકોને માનસેર સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. કોરોના વાયરસથી હવે ભારતમાં ભારે દહેશત છે

Related posts

જલેશ ક્રુઝ “સાગર કી શાદી સાગર કે અંદર” થીમ ઉપર 900 પર્યટકો પહોચયા દીવ

City Watch News

કોરોના સંકટઃ ભારતમાં ૩૧ જુલાઈ સુધી આંતરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ પર પ્રતિબંધ

City Watch News

નિર્ભયા કેસ : દોષિત અક્ષયની ક્યુરેટિવ પિટિશનને ફગાવાઇ

City Watch News