fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
રાષ્ટ્રીય

દહેશતમાં ખરીદી ન કરવા લોકોને સરકારની અપીલ

કોરોના વાયરસના પરિણામ સ્વરુપે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે. દહેશતમાં લોકો જારદાર ખરીદી કરીને પોતાના ઘરમાં જીવન જરૂરી ચીજા ભરી રહ્યા છે. આવનાર દિવસોમાં કોઇ તકલીફ ન થાય તે કારણસર જંગી ખરીદી કરવામાં આવી રહી છે. દરમિયાન કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની માહિતી આપતા પ્રકાશ જાવડેકરે આજે કહ્યું હતું કે, સરકાર ત્રણ મહિના માટે રેશનિંગ એડવાન્સમાં આપનાર છે. દેશના ૮૦ કરોડ લોકોને રાશન મળનાર છે. કોઇપણ જરૂરી ચીજવસ્તુઓની કમી ન થાય તે હેતુસર પગલા લેવાઈ રહ્યા છે. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, લોકડાઉનની અવધિમાં દેશભરમાં કોઇપણ જગ્યાએ જરૂરી ચીજવસ્તુઓની દુકાનો બંધ કરવામાં આવશે નહીં. લોકોને દહેશતમાં આવીને ચીજવસ્તુઓની ખરીદી કરવાની કોઇ જરૂર નથી. જા આવું કરવામાં આવશે તો જમાખોરી અને કાળાબજારીને પ્રોત્સાહન મળશે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, મંત્રીમંડળની બેઠકમાં વ્યાપક વિચારણા કરાયા બાદ અનેક મહત્વના નિર્ણય કરાયા છે. તેમણે કહ્યું હતું કે, આવશ્યક ચીજવસ્તુઓની તમામ દુકાનોને દરરોજ ખોલવામાં આવશે. દુધ, શાકભાજી, ઇંડા, માંસ અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો રોજ ખોલવામાં આવશે. આ તમામ દુકાનો સામાન્ય દિવસોની જેમ જ ખુલ્લી રહેશે. ગુજરાતના એક શહેર અને પુડ્ડુચેરીની એક દુકાનનો ફોટો દર્શાવીને કહેવામાં આવ્યું છે કે, લોકો સાવધાન રહે તે જરૂરી છે. દુકાનમાં ખરીદદારી કરતી વેળા ચોક્કસ અંતર રાખવામાં આવે તે જરૂરી છે.

આનાથી જરૂરી ચીજવસ્તુઓ પણ લઇ શકાશે અને ઇન્ફેક્શનથી પણ બચી શકાશે. કેટલીક ચીજવસ્તુઓની કાળાબજારીથી સંબંધિત પ્રશ્નો ઉપર તેમણે કહ્યં હતું કે, જા કોઇ દુકાનદાર આ પ્રકારનકામ કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. સંકટના સમયમાં એકબીજાને સાથ આપવામાં આવે તે જરૂરી છે. જમાખોરી કરવામાં આવશે તો સરકાર ફરજ સમજીને કઠોર કાર્યવાહી કરશે. કાળાબજારી કરનાર લોકોની સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. સરકાર ૨૭ રૂપિયાની કિંમતના ઘઉં બે રૂપિયામાં આપે છે. અમે રાજ્યોને એડવાન્સમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ મોકલી કરી રહ્યા છીએ.

કોઇપણ પ્રકારની દહેશતમાં રહેવાની જરૂર નથી. તમામ દુકાનો દરરોજ ખુલ્લી રહેશે. ચીજવસ્તુઓની કમી ન થયા તે માટે પગલા લેવાઈ રહ્યા છે.

 

Related posts

નિર્ભયા પ્રકરણમાં અપરાધી વિનયે પોતાને ઇજા પહોંચાડી

City Watch News

રેલવે યાત્રા મોંઘી થશે : સપ્તાહમાં પ્રતિ કિમી ૫-૪૦ પૈસાનો વધારો

City Watch News

દિલ્હીમાં ૮મી ફેબ્રુઆરીના દિવસે મતદાન : ૧૧મીએ રિઝલ્ટ જાહેર

City Watch News