fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
રાષ્ટ્રીય

સૌરવ ગાંગુલીને ICC ચીફ બનાવવાની ડિમાન્ડ વધી

સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડના નિર્દેશક અને પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે એવી આશા વ્યક્ત કરી છે કે, પૂર્વ ભારતીય કેપ્ટન અને વર્તમાનાં બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી આઈસીસીના આગામી અધ્યક્ષ બને. સ્મિથની પહેલા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને જાણીતા કોમેન્ટેટર ડેવિડ ગાવરે પણ ગાંગુલીને બનાવવાની આ ઈચ્છા વ્યક્ત કરી હતી. ગુરુવારે ગ્રીમ સ્મિથે એક ટેલિકોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન સ્મિથે કહ્યું કે, કોવિડ-૧૯ મહામારીના આ સમયમાં આઈસીસીનું સંચાલન કરવા માટે સૌરવ ગાંગુલી બિલકુલ યોગ્ય વ્યક્તિછે. આ પૂર્વ કેપ્ટને કહ્યું કે, એ ખૂબ જરૂરી છે કે કોઈ યોગ્ય વ્યક્તિ જ આઈસીસીનો ચીફ બને. કોવિડ બાદ ક્રિકેટને મજબૂત નેતૃત્વની જરૂરિયાત હશે અને આવામાં અહીં કોઈ એવું વ્યક્તિ હોવું જાઈએ. જે આધુનિક રમતની નજીક હોય, જેના નેતૃત્વથી રમતને યોગ્ય દિશા મળી શકે. ગ્રીમ સ્મિથની પહેલા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ડેવિડ ગાવરે પણ સૌરવ ગાંગુલીને જ આઈસીસીમાં આગામી ચેરમેનના રૂપમાં પોતાની પસંદ ગણાવ્યાહતાં. ગાવરે કહ્યું હતું કે, ગાંગુલી પાસે આઈસીસીનું નેતૃત્વ કરવા માટે જરૂરી રાજકીય કુશળતા છે. તેમણે ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રૂપે પોતાને પહેલા જ સાબિત કરી દીધા છે, જે ખૂબ જ મુશ્કેલ કામ છે. અત્યારે આઈસીસીના વર્તમાન ચેરમેન શશાંક મનોહર છે. જે ભારતથી જ છે. તેમણે ડિસેમ્બરમાં જ કહ્યું હતું કે, જ્યારે તેમનો કાર્યકાળ સમાપ્ત થશે ત્યારે તેઓ ફરિવાર ચૂંટણી નહીં લડે. આ ટેલિકાન્ફરન્સમાં ગ્રીમ સ્મિથ ઉપરાંત સાઉથ આફ્રિકાના વચગાળાના મુખ્ય સિલેક્ટર જેક્સ ફાઉલ પણ હતાં. ફાઉલ અને સ્મિથે ટેલિકાન્ફરન્સમાં એ પણ આશા વ્યક્ત કરી કે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડને આશા છે કે, ભારત આૅગસ્ટના અંતમાં ત્રણ ટી-૨૦ મેચની સીરિઝ માટે અહીં પ્રવાસ કરશે.

 

Related posts

બજેટ : આરોગ્ય, શિક્ષણ, ખેડુત અને ગ્રામ્ય ક્ષેત્રો માટે જાહેરાતો

City Watch News

મુંબઇમાં પૂ. પ્રમુખ સ્વામી મહારાજના ૯૮ માં જન્મોત્સવની ભાવભેર ઉજવણી : પાટીલ સ્ટેડીયમમાં હરીભકતો ઉમટયા

City Watch News

મધ્યપ્રદેશમાં કાર અને બસ વચ્ચે અકસ્માત , 9ના મોત

City Watch News