fbpx
www.citywatchnews.com
રાષ્ટ્રીય

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડિસેમ્બરમાં ટેસ્ટ સિરીઝ હશે

કોરોના વાયરસના કારણે હાલમાં તમામ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ અને સિરીઝ રદ કરવામાં આવી છે. ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્થાગિત કરવામાં આવી છે. અને એવી આશંકા છે કે ટી-૨૦ વર્લ્ડકપને પણ સ્થગિત કરવામાં આવી શકે છે. તેવામાં ડિસેમ્બરમાં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈને ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન મીડિયાનું કહેવું છે કે વર્ષના અંતમાં ભારતીય ટીમના ત્રણ ટેસ્ટ પ્રવાસ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ચાર સ્થળ નક્કી કર્યાં છે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ ત્રણ ડિસેમ્બરે બ્રિસબેનમાં શરૂ થશે. આ પ્રવાસમાં ભારતીય ટીમ માટે બાયો બબલ કે પછી આઈસોલેશનની કોઈ યોજના નથી. અગાઉ એવી અટકળો હતી કે કોરોના રોગચાળાના કારણે આ પ્રવાસ રદ થઈ શકે છે. ૩જી ડિસેમ્બરથી બ્રિસબેનમાં રમાશે. જ્યારે એડિલેડ ડેનાઈટ ટેસ્ટની યજમાની કરશે. પરંપરાગત બોક્સિંગ-ડે ટેસ્ટ અને નવા વર્ષની ટેસ્ટ અનુક્રમે મેલબોર્ન અને સિડનીમાં રમાશે. એડિલેડ ટેસ્ટ ઓસ્ટ્રેલિયામાં ભારતની વિદેશ ધરતી પર પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ હશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી-૨૦ વર્લ્ડકપના ભોગે પણ આ સિરીઝ રમાડવા માટે આતુર છે. આઈસીસી દ્વારા તમામ ટેસ્ટ એક-બે સ્થળે જ રમાડવાનું કહ્યું છે. જેનાથી બાયો સિક્યોર વાતારવણ જળવાઈ રહે. જા કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તમામ ટેસ્ટ અલગ-અલગ સ્થળે રમાડવાનો નિર્ણય કર્યાે છે. બીસીસીઆઈના ટ્રેઝરર અરૂણ ધુમલે બુધવારે જણાવ્યું હતું કે, અમને આની સામે કોઈ વાંધો નથી. જા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પરંપરાગત રીતે ટેસ્ટ સિરીઝનું આયોજન કરવા ઇચ્છે છે તો અમને કોઈ વાંધો નથી. તેઓ માને છે કે ઓસ્ટ્રેલિયામાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. જા કે, બંને બોર્ડ સતત એકબીજાના સંપર્કમાં રહેશે અને પરિસ્થિતિની માહિતી મેળવતા રહેશે. આ શિડ્યુલમાં ફ્લેક્સિબિલીટી રાખવામાં આવી છે. આમ આ સિરીઝમાં ફેરફાર થવાની શક્યતાઓ પણ રહેલી છે. ડિસેમ્બર સુધીમાં બંને દેશમાં કોરોનાની સ્થિતિ તથા મુસાફરી પર પ્રતિબંધો કે પ્રકારના છે તેના પર આધાર રાખે છે. માનવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં પરિસ્થિતિ ખરાબ હશે તો સિરીઝ એક જ સ્ટેડિયમમાં રમાડવામાં આવી શકે છે. બીસીસીઆઈના સૂત્રના જણાવ્યા પ્રમાણે બંને બોર્ડ સહમત છે કે પરિસ્થિતિ ખરાબ હશે તો એક જ સ્થળ પર સિરીઝનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટેડિયમમાં પ્રેક્ષકોને આવવાની મંજૂરી આપવામાં આવશે કે નહીં તે પણ તે સમયે સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે નિર્ણય લેવાશે.

 

Related posts

શેરબજારમાં ભૂકંપ : સેંસેક્સમાં ૧૯૪૨ પોઇન્ટનો રેકોર્ડ ઘટાડો

City Watch News

ભારત બંધ વેળા અનેક જગ્યાએ તોડફોડ અને હિંસા : ટ્રેન રોકાઈ

City Watch News

અયોધ્યામાં કલમ ૧૪૪ વચ્ચે બાબરી ધ્વંસ વરસી પસાર થઇ

City Watch News