22 C
Gujarat
February 27, 2020
www.citywatchnews.com
રાષ્ટ્રીય

મોદી ૨૦મીએ વિદ્યાર્થીની સાથે પરીક્ષા પર ચર્ચા કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦મી જાન્યુઆરીના દિવસે વિદ્યાર્થીઓની સાથે પરીક્ષા પર ચર્ચા કરનાર છે. આ ખાસ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રશ્નો કરવાની તક આપવામાં આવનાર છે. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આયોજિત થનાર આ કાર્યક્રમને લઇને તડામાર તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાનની સાથે આ કાર્યક્રમમાં આ વખતે અન્યોને પ્રશ્નો કરવાની તક આપવામાં આવનાર નથી. વાતચીત અને ચર્ચા દરમિયાન વડાપ્રધાન વિદ્યાર્થીઓની સાથે કેટલાક ખાસ મુદ્દા પર વાત કરશે. સાથે સાથે ઉપયોગી સલાહ સુચન પણ કરનાર છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયમાં સ્કુલી શિક્ષણ વિભાગના સંક્ત સચિવ આરસી મીણાએ કહ્યુ છે કે પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમની ત્રીજી એડિશન તૈયાર કરવામાં આવી રહી છે. મીણાએ કહ્યુ છે કે આ વખતે માત્ર વિદ્યાર્થીઓને જ વડાપ્રધાન સાથે પ્રશ્નો કરવાની તક રહેશે. આ કાર્યક્રમને હોસ્ટ કરવાની જવાબદારી પણ વિદ્યાર્થીઓની જ રહેશે. એંકરિંગ માટે બે વિદ્યાર્થીઓ અને બે વિદ્યાર્થીનિઓની પસંદગી કરવામાં આવી છે. પહેલા બે કાર્યક્રમના સંચાલન માટે પ્રોફેશનલ એન્કરને રોકવામાં આવ્યા હતા. મીણાએ કહ્યુ છે કે અમે દેશભરમાંથી નવમા ધોરણથી લઇને ૧૨ ધોરણ સુધીના વિદ્યાર્થીઓની આના માટે પસંદગી કરી છે. આ વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૦૦ રાખવામાં આવી છે. જે તાલકટોરા સ્ટેડિયમ ખાતે સામેલ થનાર છે. આશરે ત્રણ લાખ વિદ્યાર્થીઓ વચ્ચે નિબંધ લેખન અને ટેસ્ટના આધાર પર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. બીજી બાજુ ૧૫ કરોડથી વધારે સ્કુલી વિદ્યાર્થીઓ આ કાર્યક્રમને લાઇવ નિહાળશે. જેના સંબંધમાં તમામ તૈયારી કરી લેવામાં આવી છે. તેમણે કહ્યુ છે કે જે વિદ્યાર્થીઓ સીબીએસઇ બેકગ્રાઉન્ડ ધરાવે છે પરંતુ બહાર અભ્યાસ કરીરહ્યા છે તે પણ આ કાર્યક્રમને નિહાળી શકશે. આ કાર્યક્રમ મારફતે વડાપ્રધાન પાસેથી કિંમતી સુચન મળવાની તક લઇ લેવા માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અભિભાવકો આશાવાદી છે. વડાપ્રધાન મોદી આ બાબતની ખાતરી કરવા ઇચ્છુક છે કે, વિદ્યાર્થી પરીક્ષાને લઇને કોઇપણ પ્રકારની તંગદિલીમાં ન આવે. સાથે સાથે હળવાશના મૂડમાં પરીક્ષા આપે. સાથે સાથે સારા પરિણામ પણ મેળવી શકાય. માનવ સંશાધન વિકાસ મંત્રાલયમાં સ્કુલી શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ મીણાના કહેવા મુજબ પરીક્ષાને લઇને તમામ તૈયારીઓમાં વિદ્યાર્થીઓ લાગેલા છે. હવે બે એડિશન પૂર્ણ થયા બાદ ત્રીજા એડિશનમાં મોદી તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી આપશે. મોદી દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે જેના ભાગરુપે આ વાતચીત થનાર છે.

 

Related posts

તેજસ ટ્રેનમાં ખરાબ ભોજન બાદ ખોરાકી ઝેરથી ચકચાર

City Watch News

આંદોલનકારી પ્રવિણ રામને દિલ્હી ખાતે અટલ સ્મૃતિ સન્માન નામના નેશનલ એવોર્ડથી નવાજવામાં આવતા દેશ લેવલે સૌરાષ્ટ્રનું નામ ગુંજ્યું

City Watch News

હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર : ચારે નરાધમ એન્કાઉન્ટરમાં ફુંકાયા

City Watch News