fbpx
ગુજરાત

અધિકારી કામ ન કરે તો કહેજાે તેમને ચૌદમું રતન બતાવીશઃ મધુ શ્રીવાસ્તવ

વડોદરા જિલ્લાનાં વાઘોડિયાનાં ભાજપ નાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું ફરી એક વખત વિવાદીત નિવેદન સામે આવ્યું છે. મધુ શ્રીવાસ્તવે જાહેર મંચ પરથી અધિકારીઓને ધમકી આપી છે. પાદરા ખાતે આયોજિત અન્નોત્સવનાં કાર્યક્રમમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે, અધિકારીઓ કામ ન કરે તો તેમને ચૌદમું રતન બતાવીશ. સાથે જ તેઓએ આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જંગી મતથી જીતાડવા લોકોને અપીલ કરી હતી.

આપને જણાવી દઇએ કે, હર હંમેશા પોતાના વિવાદિત નિવેદનથી ચર્ચામાં રહેતા વડોદરા જિલ્લાનાં વાઘોડિયાનાં ભાજપનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આજે વધુ એક વિવાદિત નિવેદન આપી સૌનું ધ્યાન પોતાની તરફ ખેચ્યુ છે. જણાવી દઇએ કે, આજે પાદરા ખાતે નિઃશુલ્ક અન્ન વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમા હાજરી આપતા જાહેર મંચ પરથી મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ચિમકી આપી છે. તેમણે કહ્યુ કે, જાે અધિકારીઓ કામ ન કરે તો ચૌદમું રતન બતાવી દઇશ. ઉલ્લેખનીય છે કે, દબંગ તરીકેની ઓળખ ધરાવતા વાઘોડિયાનાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હમેશા વિવાદમાં રહેવા ટેવાયેલા છે. જાહેરમાં ગાળો બોલવી કે પછી પત્રકારોને ધમકી આપવી તેમના માટે સામાન્ય થઇ ચુક્યું છે. અગાઉ પણ તેમના તેમના આવા વ્યવહાર ને કારણે તેઓ મીડિયામાં ચમકી ચુક્યા છે.

Follow Me:

Related Posts