fbpx
ગુજરાત

અમદાવાદઃ ત્રિપદા સ્કૂલની ટાંકીમાંથી મૃતદેહ મળતાં ચકચાર

શહેરના ર્નિણયનગર અંડરપાસ નજીક આવેલી ત્રિપદા સ્કૂલની અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ત્રિપદા સ્કૂલની પાણીની ટાંકીમાંથી મૃતદેહ હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડના અધિકારીઓએ મૃતદેહને કાઢીને પોલીસને સોંપ્યો છે. મળતી વિગતો મુજબ, રિપેરિંગ કામ દરમિયાન કર્મચારી ટાંકીમાં પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક ટાંકીમાં પડી જતાં ઈજાગ્રસ્ત થવાથી મોત નીપજ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે. જાે કે હાલ પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts