અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે તેમજ પોઝિટિવ દર્દીઓની તાત્કાલિક ઓળખ થાય તે માટે કણભા ચોકડી, કમોડ ચોકડી અને બાકરોલ ચોકડી પાસે કોરોના રેપિડ એન્ટિજન ટેસ્ટ માટેના ટેન્ટ ઉભા કરાયા છે. આ માર્ગેથી પસાર થતા લોકોના ફરજિયાત ટેસ્ટ કરાશે. અમદાવાદ જિલ્લામાં હાલમાં રોજના ૨૦ થી ૨૫ની સંખ્યામાં કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. શહેરમાં પ્રવેશવાના માર્ગો પર ટેસ્ટિંગની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. જ્યાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગની કામગીરી કરાઇ રહી છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં અંદરની બાજુએ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા પુરતી દેખરેખ રાખવામાં આવી રહી છે. હાલમાં દસક્રોઇ તાલુકામાં કણભા ચોકડી પાસે ટેસ્ટિંગની કામગીરી ચાલુ કરાઇ છે. અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે હોવાથી આ રસ્તેથી મોટી સંખ્યામાં લોકોની અમદાવાદમાં અવર-જવર હોય છે. નોંધપાત્ર છેકે અગાઉ કણભા ખાતે ટેસ્ટિંગ માટેનો ટેન્ટ ચાલુ કરાયો હતો પરંતુ થોડા દિવસોમાં જ બંધ કરી દેવાયો હતો. હવે જ્યારેકોરોના સંક્રમણે ઉથલો માર્યો છે ત્યારે ફરીથી આ ટેસ્ટિંગ ટેન્ટ ચાલુ કરાયો છે.
અમદાવાદમાં શરૂ થયા નવા ટેસ્ટિંગ સેન્ટરો, શહેરમાં પ્રવેશવા ફરજિયાત કરાવવો પડશે ટેસ્ટ

Recent Comments