અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડતી ૧૬ બસ બંધ કરાઇ

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા એસટી વિભાગ દ્વારા અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડતી ૧૬ બસને બંધ કરવામાં આવી છે. રાત્રે ૯થી સવારના ૬ વાગ્યા વચ્ચે બન્ને શહેરો વચ્ચે દોડતી એસટી બસને બંધ કરવામાં આવી છે. અમદાવાદ-ગાંધીનગરની ૩૨ ટ્રીપ બંધ કરવાનો એસટી વિભાગ દ્વારા ર્નિણય કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા રાત્રે ૯ વાગ્યાથી રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યુ છે, જે સવારના ૬ વાગ્યા સુધી લાગુ રહેશે. શહેરમાં કોરોના સંક્રમણ વધતા શનિવાર અને રવિવારે મલ્ટીપ્લેક્સ, મોલ, પાર્કને બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. એએમટીએસ-બીઆરટીએસ બસને પણ અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવી છે.
અમદાવાદમાં ૩૪૪ કોરોના કેસ નોંધાયા છે જ્યારે ૧ કોરોના દર્દીનું મોત થયું છે. વધી રહેલા કોરોનાના કેસોને જાેતા તંત્ર અલર્ટ પર છે.ગાંધીનગર કોર્પોરેશનમાં પણ કોરોનાના ૧૫ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
Recent Comments