અમરેલીનાં ઉદ્યોગપતિએ રામમંદિર નિર્માણ નિધિમાં આર્થિક સહયોગ કર્યો
અયોઘ્યામાં રામમંદિરનું ભવ્ય નિર્માણ થવા જઈ રહયું છે તે અન્વયે રામજન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ નિધિ અભિયાનમાં અમરેલીના અગ્રણી ઉદ્યોગપતિ એવા કાળુભાઈ ભંડેરી અને વસંતભાઈ મોવલીયાએ પ1,000 રૂપિયાની નિધિ રામકાર્યમાં અર્પણ કરી છે. રાષ્ટ્રકાર્ય અને સમાજકાર્યના હિતમાં હંમેશા અગ્રેસર રહેતા એવા કાળુભાઈ ભંડેરી અને વસંતભાઈ મોવલીયાએ પોતાના યુગધર્મ નિભાવી પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. આ પ્રસંગે ડો. ભાનુભાઈ કીકાણી, ભીખુભાઈ જોષી, સંજયભાઈ અગ્રાવત, હસુભાઈ દુધાત વિગેરે કાર્યકરો ઉપસ્થિત રહયા હતા એમ રામમંદિર નિધિ અભિયાન સમિતિની યાદી જણાવે છે.
Recent Comments