અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સમઢીયાળા ગ્રામજનો માર્ગ ખરાબ હોવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અહીં ધૂળ ઉડવાના કારણે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ગામના સરપંચ સહિત લોકો દ્વારા લેખિત મૌખિત તંત્રને વાંરવાર રજૂઆતો કરી છતાં કોઈ યોગ્ય ર્નિણય નહિ આવતા લોકોમાં નારાજગી જાેવા મળી રહી છે. આજે ગ્રામજનો અહીં રોડ ઉપર બેસી આંદોલન શરૂ કર્યું છે. ગ્રામજનોએ જ્યાં સુધી કોઈ ર્નિણય ન આવે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાનો ર્નિણય લીધઓ છે.
સરકાર દ્વારા માર્ગ ઝડપથી બનાવવામાં આવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે. દરિયા કાંઠાના આ સ્ટેટ હાઇવે ઉપર ૪ જેટલા ગામડા આવે છે અને મીઠા સહિત નાના મોટા ઉધોગોના વાહન વ્યહાર પણ હાલ ખોરવાયો છે. મેં ૩ વખત લેખિત રજૂઆતો કરી છે, છતાં કોઈ ધ્યાન આપતું નથી. ગામમાં ચારે તરફ ધૂળ ઉડી રહી છે. રોડ અતિ ખરાબ છે, તંત્ર રોડ બનાવી દે અથવા તો પાણીનો છટકાવ શરૂ રાખે. જ્યાં સુધી આર.એન.બી.ના અધિકારીઓ નહીં આવે અને ખાત્રી નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું.


















Recent Comments