fbpx
અમરેલી

અમરેલીમાં આરોગ્‍ય વિભાગ દ્વારા સ્‍તનપાન સપ્‍તાહની ઉજવણી

સ્‍તનપાન સપ્‍તાહ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. જે.એચ. પટેલ તથા ચહજફ ડો. જાટની સૂચનાથી તેમજ તાલુકા હેલ્‍થ ઓફિસર ડો. સિંહાના માર્ગદર્શનથી અર્બન હેલ્‍થ સેન્‍ટર તેમજ ઈનરવીલ કલબ ગીરના સંયુકત સાથ સહકારથી બ્રાહ્મણ સોસાયટી અમરેલી અર્બન વિસ્‍તારમાં સ્‍તનપાન સપ્‍તાહની ઉજવણી કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્‍યામાં બહેનો હાજર રહયા હતા. જેમાં સ્‍તનપાનના ફાયદા, તેનું મહત્‍વ તથા સ્‍તનપાનથી બાળકોમાં વૃઘ્‍ધિ, વિકાસ, રોગપ્રતિકારક શકિત વધે તથા બાળકને સ્‍તનપાન કરાવવા કઈ રીતે લેવું તેની સમજણ ડો. ક્રિષ્‍નાબેન ખૂંટ દ્વારા આપવામાં આવેલ. તેમજ ઈનરવીલ કલબના પ્રેસિડેન્‍ટ બીનાબેન ત્રિવેદીએ પણ બહેનોને માતા બનવાનો લ્‍હાવો તેમજ માતાની જવાબદારી વિશે સમજણ આપી કાર્યક્રમને સફળ બનાવવા ાજધ માયાબેન, વિમળાબેન મહેતા, ભારતીબેન જોષીએ જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts