અમરેલી જિલ્લામાં આજે 17 પોઝિટિવ કેસ નોંધાયા સામે 18 કેસો ડિસ્ચાર્જ.
અમરેલી જિલ્લામા કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે વધતું જાય છે ત્યારે જિલ્લામાં પોઝિટિવ કેસો ની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. જિલ્લાની જનતાએ ખાસ કાળજી લેવાની જરૂર છે. જો કે સામે રિકવરી રેટમાં પણ સુધારો જોવા મળી રહેતા કોરોના દર્દીઓ પણ કોરોના મુક્ત થઈ ડિસ્ચાર્જ વધુ થઈ રહ્યા છે. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુ માં લેવા સતત પ્રયત્નો કરી રહ્યું છે તેમાં લોકોને સહકાર આપવા અપીલ છે. માસ્ક પહેરી સાથે સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન અવશ્ય કરો. પોતાને અને પરિવારને સુરક્ષિત રાખો. આજ તા. 16 ડિસેમ્બરના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ 17 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 183 દર્દીઓ છે. આજે 18 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 40 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3434 પર પહોંચ્યો છે.
અમરેલીમાં કોરોના વધુ 17 કેસ નોંધાયા, જિલ્લામાં હજુ 183 દર્દીઓ સારવાર હેઠળ, કુલ કેસની સંખ્યા 3434 પર

Recent Comments