અમરેલી જિલ્લો હવે કોરોના મુક્ત થવા તરફ ધીરે ધીરે પ્રયાણ. જિલ્લા માં સારવાર હેઠળ હવે ફક્ત 29 દર્દીઓ, આજે 2 પોઝિટિવ સામે 3 ડિસ્ચાર્જ. અમરેલી જિલ્લામાં કોરોનાને કાબુમાં લેવા વેકસીન ના ડોઝ શરૂ થઈ ગયા છે. સાથે હવે જિલ્લો ધીમે ધીમે કોરોના મુક્ત ધીરે ધીરે પ્રયાણ શરૂ થઈ ગયા છે. સારવાર હેઠળ હવે ફક્ત 29 કોરોના દર્દીઓ જ રહ્યા. હજુ અમરેલી જિલ્લો કોરોના મુક્ત થયો ના હોવાથી જ્યારે બહાર નીકળો ત્યારે માસ્ક અચૂક પહેરો સાથે સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન પણ અવશ્ય કરો. આજ તા. 24 જાન્યુઆરીના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ ફક્ત 29 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે. આજે 3 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોના થી અત્યાર સુધીમા 41 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3794 પર પહોંચ્યો.
અમરેલીમાં કોરોના વધુ 2 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3794 પર


















Recent Comments