અમરેલીમાં કોરોના વધુ 5 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3768 પર

અમરેલી જિલ્લામાં કોરોનાનો અંત શરૂ થઈ ગયો. જિલ્લામાં આજથી વેકસીન લગાવવાનો પ્રારંભ. આજે જિલ્લામાં કુલ 229 વ્યક્તિઓને વેકસીન ડોઝ અપાયા. આજે 5 પોઝિટિવ સામે 1 ડિસ્ચાર્જ.
અમરેલી જિલ્લામાં હવે કોરોનાનો અંત નજીક આવી ગયો છે. અમરેલી શહેર સહિત જિલ્લામાં આજથી વેકસીન આપવાનો પ્રારંભ થયો છે. આજે અમરેલી શહેરમાં કુલ 82, રાજુલામાં 100 અને બગસરામાં 47 વ્યક્તિઓને એમ કુલ 229 વ્યક્તિઓને વેકસીનના ડોઝ અપાયા છે. ગુજરાત આંખમાં આજે અંદાજે એક લાખ દસ હજાર લોકોને વેકસીનના ડોઝ અપાયા છે તેમાં હજુ સુધી કોઈને વેકસીનનું રિએક્શન આવ્યું નથી તે બહુ જ આનંદના સમાચાર છે. ભારતમાં બનેલી કોરોના વેકસીનની સફળ શરુઆત. આજ તા. 16 જાન્યુઆરીના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ ફક્ત 36 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે. આજે ફક્ત 1 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોના થી અત્યાર સુધીમા 41 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3768 પર પહોંચ્યો.
Recent Comments