અમરેલી

અમરેલીમાં બે ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે અકસ્માત

ખાલી અને મુસાફર ભરેલી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ૪ લોકો ઘાયલ

અમરેલીમાં રાજુલાના કુંભારીયા ગામે બે ખાનગી બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને બસ વચ્ચેની ટક્કર એટલી જાેરદાર હતી કે, બંને આગળના ભાગે એકબીજા સાથે ભટકાઈ હતી. ખાલી બસ અને મુસાફર ભરેલી બસ વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતમાં ૪ લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. સુરતથી રાજુલા તરફ જતી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને બસોના આગળનો ભાગ કચ્ચરધાણ નીકળી ગયો છે.

Related Posts