અમરેલી જિલ્લામાં ઉનાળો શરૂ થતા તાપમાન 42.3 ડીગ્રીએ પહોંચતાં…જ સાથે ગરમીના પ્રમાણ માં ખુબજ વધારો થઈ રહ્યો છે… ત્યારે ગરમીનું પ્રમાણ વધવા થી દિવસ દરમિયાન આકાશa માંથી અગન વર્ષા વરસી રહી છે દિવસે ને દિવસે ગરમી ના પ્રમાણ માં વધારો થતાં શહેરી જનો થયા પરેશાન……..
છેલ્લા ઘણા સમય થી દિવસે ને દિવસે વાતવરણ માં ફેરફાર જોવા મળી રહ્યો છે ઉનાળા ની શરુઆત માં ગરમી નું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે અને છેલ્લાં બે થી ત્રણ દિવસ તાપમાન માં ખુબજ વધારો થઈ રહ્યો છે અને આકાશ માંથી અગ્ન વર્ષા વર્ષી રહી હોય તેવું શહેરી જનો નું કહેવું છે છેલ્લાં ત્રણ થી ચાર દિવસ થી તાપમાન 41 ડિગ્રી થી 43 ડિગ્રી સુધી પહોચ્યું છે ઉનાળા ની શરૂઆત મા જ તાપમાન માં વધારો થતાં અમરેલી ના શહેરી જનો અને ગ્રામ્યજનો ગરમી થી પરેશાન થઈ ચૂકયા છે ધગધગતા તડકા ને લઇ ને લોકો બપોરે બહાર નીકળવાનું ઓછું પસંદ કરે છે પોતાના બિનજરૂરી કામો ને ટાળી રહ્યા છે બે થી છ વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળી રહયા છે જરૂરી કામો જો હોય તો લોકો ગરમી થી બચવા અવનવા નુસ્કા કરી રહ્યા હોય છે તેમજ લોકો ગરમીથી બચવા ઠંડા પીણા, શેરડીનો રસ,જેવા શરીરને માફક તેમજ જરૂરી પ્રયોગો કરતા હોય છે અને શરીર માં પાણી ઘટ ન થાય તે માટે પાણી પણ ખુબજ પીવે છે લોકો બપોર ના સમયમા વધુ ઘરમાં તેમજ ઑફિસે રહેવાનું વધારે પસંદ કરે છે……….
ઉનાળામાં તાપમાન વધી રહ્યું છે ત્યારે લોકો એ વધુમાં વધુ પાણી પીવું જોઈએ તરસ ન લાગી હોય તો પણ થોડાક થોડાક અંતરે પાણી પીવા નું શરુ રાખવું જોઈએ જેથી લું ન લાગે તેની કાળજી લેવી જોઈએ ,હલકા રંગ ના ઢીલા અને સુતરાઉ કપડાનો ઉપયોગ માં લેવા જોઈએ બાર થી છ વાગ્યાના ગાળા મા બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ જો બહાર નીકળવાનું થાય તો સાથે પાણી ની બોટલ રાખવી જોઈએ તેમજ થોડીક વાર ને થોડીક વારે પાણી તેમજ ઠંડુ પાણી પીતું રહેવું જોઈએ તેમજ જો ઘરે હોવ તો લિકવિડ જેમકે લીંબુ સરબત, લીંબુ પાણી, લચ્છી જેવા ઠંડા પીણા પિતા રહેવું જોઈએ જેમ બને તેમ હળવો ખોરાક લેવો જોઈએ જેવી બાબતો ધ્યાનમાં લેવી……..
ઉનાળો શરૂ થતાં ગરમીનો પારો વધતા લોકો ગરમી ને કારણે પરેશાન થયા છે લોકો ને બજારો માં પણ નીકળવું પણ મુશ્કેલ બન્યું તેમજ તડકો વધતા રોડ રસ્તા ખાલી જોવા મળી રહયા છે હિટવેવની આગાહીથી લોકો ત્રસ્ત થઇ રહયા છે માટે લોકો સાવચેતી રાખવી અનિવાર્ય બની














Recent Comments