અમરેલી જિલ્લામાં કોરોના વધુ 17 કેસઃ કુલ 3170 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે 17 પોઝિટિવ કેસ નોંધાયા સામે 10 કેસો ડિસ્ચાર્જ. લગ્ન સિઝન બાદ કોરોના સંક્રમણ વધવાની શકયતા.
અમરેલી જિલ્લામાં આજે પણ પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળ્યો હતો. લગ્ન સિઝન બાદ કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ. માસ્ક ફરજીયાત પહેરી પોતાનું અને પરિવારનું જીવન સુરક્ષિત રાખો. અત્યારે માસ્ક જ વેકસીન છે. અમરેલી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત રહેવાને કારણે લોકો માસ્ક પહેરીને બહાર નીકળે અને સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન અચૂક કરી ગંભીરતા દર્શાવે. આજ તા. 2 ડિસેમ્બરના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લામાં વધુ 17 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 188 દર્દીઓ છે. આજે 10 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 35 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 3170 પર પહોંચી છે.
Recent Comments