fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને આવકારતા….. જિલ્લા ભાજપ અગ્રણી રિતેશ સોની

અમરેલી જિલ્લાના ચાવંડ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાવડાથી ચાવંડ બલ્ક પાઈપલાઈન યોજનાનું ખાતમુહૂર્ત કરવાના છે, તા. ૬ ડિસેમ્બરના ચાવંડ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને પ્રભારી મંત્રી  ધર્મેન્દ્રસિંહજી જાડેજા ખાસ ઉપસ્થિત રહેશે.
આ નાવડા થી ચાવંડ સુધીની બલ્ક પાઇપલાઇન થી હાલમાં  અમરેલીના ધારી, બાબરા અને સાવરકુંડલા સહિત ભવિષ્યમાં જુનાગઢ, પોરબંદર, બોટાદ અને  રાજકોટ જિલ્લાના ૧૨૯૮ ગામો અને ૩૬ શહેરોની ભવિષ્યની કુલ ૩૩ લાખની વસ્તીને પીવાના પાણીનો લાભ મળનાર છે. આ બલ્ક પાઈપલાઈન યોજના માટે રાજય સરકાર દ્વારા રૂ. ૬૪૪ કરોડના ખર્ચે ૨૮૦ એમ.એલ.ડી.ની ક્ષમતા ધરાવતી ૮૫ કિમી લાંબી પાઈપલાઈન પાથરવામાં આવશે. 
રાજ્ય સરકારની આ વિવિધ યોજનાના કામો પૂર્ણ થતા બોટાદ જિલ્લાના ગઢડાથી ચાવંડ સેકશન તથા અમરેલી જિલ્લાના બાબરા, ધારી, સાવરકુંડલા તથા જુનાગઢ અને વીસાવદર તાલુકાના ગામો તથા રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી તથા જામકંડોરણાના ગામો તથા પોરબંદર જિલ્લાના રાણાવાવ, પોરબંદર, કુતીયાણા તાલુકાના ગ્રામ્ય, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારો મળી કુલ ૧૨૯૮ ગામો અને ૩૬ શહેરોની ભવિષ્યની કુલ ૩૩ લાખની વસ્તીને વધારાના પીવાના પાણીનો લાભ મળી શકશે.

Follow Me:

Related Posts