અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ડી.કે,રૈયાણીના નામની પસંદગી

અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ તરીકે શ્રી ડી.કે,રૈયાણી ના નામ ની પસંદગી કરવામાં આવેલ છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ના જનરલ સેક્રેટરી શ્રી કે.સી.વેણુગોપાલ દ્વારા જાણ કરવામાં આવી છે કે અમરેલી જીલ્લા કોંગ્રેસ કમિટી ના પ્રમુખ તરીકે શ્રી ધીરજલાલ ખીમજીભાઈ રૈયાણી ના નામ નો પ્રસ્તાવ કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી સોનિયાજી દ્વારા મંજુર કરવામાં આવ્યો છે .અને આ અંગે ની લેખિત માં જાણ કરી દેવા માં આવી છે .ઉલ્લેખનીય છેકે શ્રી ડી.કે.રૈયાણી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અને પટેલ સમાજ ના અગ્રણી છે તેઓ ઘણા સમય થી જનસેવક તરીકે કોંગ્રેસ પક્ષ માં વિવિધ સેવા બજાવે છે
અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ માં વિદ્યાર્થી કાળ થી NSUI માં સક્રિય રહેલ અને આજ પર્યંત કોંગ્રેસ પક્ષ ના તમામ કાર્ય માંખુબજ સક્રિયતા થી કામ કરતા શ્રી ડી.કે.રૈયાણી ની અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ તરીકે આદરણીય શ્રીમતિ સોનિયાજી દ્વારા વરણી થતા સમગ્ર અમરેલી જીલ્લા ના કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો માં ખુશી નો માહોલ છવાયો છે .શ્રી ડી.કે.રૈયાણી ની નિમણુક ને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષ ના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી,ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ,પ્રતાપભાઈ દુધાત ,અંબરીશ ભાઈ ડેર ,પૂર્વ સાંસદ શ્રી નવીનચંદ્ર રવાણી ,પૂર્વ મંત્રી શ્રી ધીરુભાઈ દુધવાળા ,પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકરશી ભાઈ મેતલિયા,જીલ્લા કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ સોસા ,પંકજભાઈ કાનાબાર ,શંભુભાઈ દેસાઈ ,જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી ડો.જસાણી સાહેબ ,મૂળશંકર ભાઈ તેરૈયા ,જેનીબેન ઠુંમર ,રવજીભાઈ વાઘેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના અગ્રણીઓ શ્રી ચંદ્રેશભાઈ રવાણી, બાબુભાઈ રામ ,સુરેશભાઈ કોટડીયા , તથા તમામ સેલ-મોરચા ના જીલ્લા પ્રમુખશ્રીઓ તથા દરેક કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા ખુબ જ ઉત્સાહપૂર્વક આવકારવામાં આવેલ છે
Recent Comments