અમરેલી

અમરેલી નગર પાલીકામા ચાર્જ સંભાળતાની સાથે જ વિકાસ શરૂ પ્રમુખ , ઉપ પ્રમુખ હસ્તે વોર્ડ નં–પ માં સી.સી.રોડનુ ખાતમૂહર્ત


સ્થાનિક રહીશો અને અગ્રણીઓએ નગરપાલિકાના કામની સરાહના કરી

ભારતીય જનતા પાર્ટીનું અમરેલી નગરપાલિકામાં શાસન આવતા વેંત જ શહેરની રોનક બદલી રહી છે અને શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓને અગ્રતા આપવામાં આવી રહી છે, અમરેલી નગર પાલીકામા પ્રમુખ તરીકે મનીષાબેન સંજયભાઈ રામાણી અને ઉપ પ્રમુખ રમાબહેન નરેશભાઈ મહેતાએ ચાર્જ સંભાળતાની સાથે જ વિકાસ યાત્રા શરૂ કરી છે જેના ભાગરૂપ આજે શહેરના વોર્ડ નં.–પ કેરીયા રોડ પરની સોસાયટી વિસ્તારમાં સી.સી. રોડ બનાવવાનો પ્રાંરભ આજરોજ કરવામાં આવતા સ્થાનિક રહીશો અને અગ્રણીઓએ નગરપાલિકા દ્વારા જનહિતના કાર્યોને અગ્રતા આપવાના કામને બિરદાવીને પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આજરોજ સી.સી.રોડનાખાત મુહર્ત પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષી, ચુટણી ઈન્ચાર્જ ભાવેશભાઈ સોઢા, નગર પ્રમુખ મનીષાબેન રામાણી, ઉપપ્રમુખ રમાબેન મહેતા, દંડક ચિરાગભાઈ ચાવડા, જીલ્લા યુવા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, શહેર યુવા મોરચાના સંજયભાઈ રામાણી (ચંદુભાઈ), નગરપાલિકાના સદસ્ય હરીભાઈ કાબરીયા, ઉર્મીલાબેન માલવીયા, આસ્થાબેન જાલાવડીયા, પુર્વ મહામંત્રી સંજયભાઈ રામાણી તેમજ કેરીયારોડના અગ્રણીઓ રધુબાપા રોકડ, ગોવિંદભાઈ કાબરીયા, કનુભાઈ કાબરીયા, ઘનશ્યામભાઈ રોકડ, વિઠૃલભાઈ કાબરીયા, કેરીયારોડના કાર્યકર્તા સંજયભાઈ ભેંસાણીયા, વિરલભાઈ વિરપરા, સંજયભાઈ માલવીયા, ગોપાલભાઈ ઝાલાવાડીયા, કેરીયારોડના આગેવાનો હિરેનભાઈ બાંભરોલીયા, પંકજભાઈ રોકડ સહિતના મહાનુભાવોએ કાર્યક્રમમા હાજરી આપેલ તેમ એક અખબારી યાદીમાં જણાવાયેલ છે.

Follow Me:

Related Posts