fbpx
અમરેલી

અમરેલી પાલિકાની ચૂંટણીમાં ભાજપે હુકમનો એક્કો ઉતાર્યો

શહેરનાં રાજકારણની રગેરગ જાણતા મુકેશ સંઘાણીને જવાબદારી અમરેલી પાલિકાની ચૂંટણીમાં ભાજપે હુકમનો એક્કો ઉતાર્યો છેલ્‍લા 30 વર્ષથી રાજકારણમાં હોવાથી કાર્યકરોમાં જબ્‍બરી લોકપ્રિયતા ધરાવે છે અમરેલી પાલિકાની 44 બેઠકોની સામાન્‍ય ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં યોજાવાની સંભાવના વચ્‍ચે આજે જિલ્‍લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ અમરેલી પાલિકાના ચૂંટણી સહ-ઈન્‍ચાર્જ તરીકે શહેરી રાજકારણની રગેરગ જાણતા મુકેશ સંઘાણી રૂપી એકકો ઉતારીને ચૂંટણી પહેલા જ પાલિકામાં ભાજપનો ભગવો લહેરાય તેવી ચાંપતી વ્‍યવસ્‍થા કરી છે. પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીના લઘુબંધુ, જિલ્‍લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ, સારહિ યુથ કલબ જેવી સેવાભાવી સંસ્‍થાના પ્રમુખ, શહેરમાં જન્‍માષ્‍ટમીનો લોકમેળો, ગણેશોત્‍સવ જેવા કાર્યો કરનાર અને દર અઠવાડિયે સિવિલ હોસ્‍પિટલમાં દર્દીઓને વિના મૂલ્‍યે ફ્રુટ વિતરણ કરનાર મુકેશ સંઘાણીની શહેરમાં જબ્‍બરી લોકપ્રિયતા જોવા મળી રહી છે. તેઓ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીની પણ કામગીરી કરી ચૂકયા હોય તેઓએ શહેરના રાજકારણમાં ચાણકય માનવામાં આવી રહયા છે. કારણ કે તેઓએ વર્ષ-ર010માં યોજાયેલ પાલિકાની 36 બેઠકોમાંથી ર9 બેઠકો ઉપર ભાજપનું કમળ ખિલાવીને ઐતિહાસિકવિજય ભાજપને અપાવ્‍યો હતો. અને તે સમયે 4 થી પ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા હતા. હવે ભાજપે આગામી ચૂંટણીમાં પુનઃ મુકેશ સંઘાણીને મહત્‍વની જવાબદારી સોંપીને હરિફોને ઉંઘતા ઝડપી લીધા છે. અને આગામી ચૂંટણીમાં પાલિકામાં ભાજપનો ઐતિહાસિક મતોથી વિજેતા થવાના શ્રીગણેશ થયાનું ચર્ચાઈ રહયું છે.

Follow Me:

Related Posts