અમરેલી-સાવરકુંડલા માર્ગ ઉપર કાર પલ્ટી જતાં દેરાણી-જેઠાણીનાં મોત
હાલ સુરત રહેતા અને મુળ સીમરણ ગામનો ધામેલીયા પરિવાર એક કારમાં સીમરણ ગામેથી રાંદલનાં દડવા ગામ જઈ રહૃાા હતા ત્યારે અમરેલી-સાવરકુંડલા રોડ ઉપર ચકકરગઢ-દેવળીયાનાં પાટીયા નજીક કોઈ કારણોસર કાર પલ્ટી મારી જતાં ર દેરાણી-જેઠાણીનાં કરૂણ મૃત્યુ નિપજયા હતા જયારે 4 જેટલા લોકોને ઈજા થતાં એમ્બ્યુલન્સ 108 ઘ્વારા ઘવાયેલ લોકોનેસારવાર માટે અત્રેના દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ સીમરણ ગામનાં વતની અને હાલ સુરત ગામે રહેતા લાલજીભાઈ ધામેલીયા તથા તેમના કુટુંબીજનો સીમરણ ગામે આવ્યા હતા અને ગઈકાલે સાંજના સમયે તેઓ પોતાના કુટુંબીજનો સાથે કાર નં. જી.જે.-0પ જે.આર. 6રરપમાં બેસી સીમરણથી રાંદલના દડવા જઈ રહૃાાં હતા.
ત્યારે તેમની કાર અમરેલી નજીક આવેલ ચકકરગઢ અને દેવળીયા ગામનાં પાટીયા નજીક કોઈ કારણોસર કાર પલ્ટી જતાં આ કારમાં બેસેલ સવિતાબેન બાલુભાઈ ધામેલીયા તથા જયાબેન લાલજીભાઈ ધામેલીયાને ગંભીર ઈજાઓ થતાં તેમનાં ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયા હતા.જયારે અન્ય 4 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થતાં અમરેલીનાં સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે દવાખાના ડયુટી જમાદાર પ્રવિણભાઈ વાડદોરીયાએ જરૂરી કાગળો તૈયાર કરી પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપ્યા હતા.
આ બનાવ અંગે મૃતક મહિલાના પુત્ર જીતેન્દ્રભાઈ લાલજીભાઈ ધામેલીયાએ પોતાના જ કુટુંબી ભાઈ અને કાર ચાલક અનિલભાઈ મધુભાઈ ધામેલીયા સામે અમરેલી તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
Recent Comments