ગુજરાત

અરવલ્લી-પંચમહાલમાં ૧૦ શિક્ષક કોરોના પોઝિટિવઃ વિદ્યાર્થી-વાલીઓમાં ફફડાટ

રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન કુલ ૧૨૭૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં હવે સ્કૂલોમાં પણ કોરોના પહોચી ગયો છે. રાજ્ય સરકાર દ્વારા ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યુ છે ત્યારે અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં આવેલી સ્કૂલમાં શિક્ષકોને કોરોના થતા વિદ્યાર્થીઓનો જીવ જાેખમમાં મુકાઇ ગયો છે. શિક્ષકોને કોરોના થતા વાલીઓ પણ પોતાના બાળકોને સ્કૂલમાં જતા રોકી રહ્યા છે.

અરવલ્લી જિલ્લામાં ૪ શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેઘરજની કસાણા અને વડથલી સ્કૂલમાં કોરોનાએ પ્રવેશ કર્યો છે. કસાણાની શબરી કન્યા વિદ્યાલયમાં ૩ શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે વડથલીની વિશ્વવાત્સલ વિદ્યાલયના એક શિક્ષકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્કૂલોમાં પોઝિટિવ કેસ આવતા વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં ફફડાટ જાેવા મળી રહ્યો છે.

બીજી તરફ પંચમહાલ જિલ્લામાં વધુ છ સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. કાલોલની કન્યા શાળા, પિગળી, મોટી શામળદેવી અને ડેરોલ સ્ટેશન શાળાના શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. આ પહેલા પંચમહાલ જિલ્લાના મોરવા હડફ, શહેરા અને હાલોલના શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

Follow Me:

Related Posts