fbpx
રાષ્ટ્રીય

આંધ્ર પ્રદેશઃ બાઇક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, ૧૧ની ધરપકડ

આંધ્ર પ્રદેશ પોલીસએ આંતરરાજ્ય ટુ-વ્હીલર બાઇક ચોરી કરી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ૧૦૭ બાઇક અને એક ટ્રેક્ટર મળીને કુલ ૧ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચિતુર જિલ્લાના પોલીસ અધિક્ષક (એસપી) એસ સેંથિલ કુમારે મીડિયાને સંબોધતા કહ્યું કે આ ગેંગમાં કુલ ૧૧ જણા સામેલ છે. જેને વાહનોનો ચોરી કરી છે.

તેને જણાવ્યુ, વાહન ચોરી કરી ગેંગને પકડવા માટે ૪ ખાસ ટિમો તૈયાર કરવામાં આવી હતી. અને આતિમે ૧૧ લોકોની ગેંગનો પર્દાફાશ કર્યો હતો. જે આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડું જેવા અલગ અલગ રાજ્યોમાં પોતાના ગુનાને અંજામ આપતા હતા.પોલીસે ૧૦૭ ટુ-વ્હીલર અને એક ટ્રેક્ટર જપ્ત કર્યું છે. પોલીસે જણાવ્યુ કે આ ગેંગ ચાલાકીથી ઘરની બહાર રાખેલા વાહનો, મોલ, દુકાન પાસે રાખેલા વાહનોની ચોરી કરતાં હતા અને સસ્તા ભાવમાં વેચી મારતા હતા.

એસ સેન્થિલ કુમારે કહ્યું કે અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ બતાવે છે કે આ યુવાનો ખરાબ ટેવોનો શિકાર બન્યા હતા અને સરળતાથી પૈસા કમાવવાના હેતુથી ચોરી કરવાનું શરૂ કર્યું હતું. તે જ સમયે, તે બધા સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે.

તાજેતરમાં બાઇક ચોરીની સતત ઘટનાઓ બાદ ચોરોને પકડવામાં રોકાયેલી પોલીસ ટીમને મિરઝાપુરમાં મોટી સફળતા મળી છે. કટરા અને શહેર કોતવાલી પોલીસે સ્ટેશન રોડને ઘેરી લીધો હતો અને ચોરી કરેલી બાઇકોમાંથી આવતા ચાર શકમંદોને પકડ્યા હતા. પૂછપરછ બાદ પોલીસે ચોરી કરેલી અન્ય સાત બાઇક પણ મળી આવી હતી. પોલીસે જણાવ્યું કે ચારેય ચોર પોતાના મોજ-શોખ પૂરા કરવા અને પોતાનું વ્યસન પૂરું કરવા બાઇક ચોરી કરવાના રવાડે ચડ્યા હતા.

Follow Me:

Related Posts