રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકમાં આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્ય બે પક્ષ કોંગ્રેસ અને ભાજપ ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે અત્યારથી જ કાર્યરત થયા છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટીએ પુરજાેશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની પણ ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ મતદારોને આકર્ષવા માટે અલગ અલગ રણનીતિ બનાવી રહ્યા છે.
ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપ કયા મુદ્દાઓ સાથે અને કોંગ્રેસ કેવા મુદ્દા સાથે ચૂંટણીમાં ઝંપ લાવશે તે તો આવનાર સમય જ બતાવશે પરંતુ કોંગ્રેસ પાર્ટીએ રાજ્યમાં પ્રચાર માટે ૨૦૦ કોંગી નેતાઓને જવાબદારી સોંપી દીધી છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ૨૦૦ નેતાઓ ગુજરાતમાં આવશે અને ૬ હજાર જેટલા સંમેલનો કરશે. ૮થી ૨૬ જાન્યુઆરી સુધી કોંગ્રેસના ૬ હજાર સંમેલન રાજ્યમાં યોજાશે.
કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતની બેઠક દીઠ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં જ પાલિકા-મહાનગરપાલિકામાં વોર્ડ દીઠ બેઠક કરશે. રાજ્યમાં કોંગ્રેસ દ્વારા ભાજપ ઉપર ભ્રષ્ટચારના આરોપ મૂકાયા છે. જ્યારે ભાજપ દ્વારા વિકાસ કરાયો હોવાના દાવા કરાયા છે. પરંતુ કોંગ્રેસ દ્વારા ભાજપના દાવાઓ પોકળ હોવાના પણ આક્ષેપો કરાયા છે. ત્યારે હવે ફેબ્રુઆરીમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ૨૦૦ નેતાઓ સાથે સભા ગજવશે.
આગામી ચૂંટણીમાં કોંગ્રેસના ૨૦૦ નેતાઓ રાજ્યભરમાં ૬૦૦૦ જેટલા સંમેલનો કરશે

Recent Comments