ભાવનગર

આગામી તા.૧૯ના રોજ મુખ્‍યમંત્રીના હસ્‍તે બુધેલ ખાતે રૂા.૩૭૬.૧૯ કરોડના ખર્ચે ૧૮ કરોડ લીટર દૈનિક ક્ષમતાની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરાશે

આ યોજના થકી ભાવનગર, અમરેલી તથા ગીર સોમનાથ જિલ્લાના ૬૧૨ ગામો અને ૨૦ શહેરોની ૪૩ લાખની વસતીને પીવાના પાણીનો લાભ મળશે

ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારો મળીકુલ ૬૧૨ ગામો અને ૨૦ શહેરોની ભવિષ્યની કુલ ૪૩ લાખની વસ્તીને આવનારા સમયમાં અપૂરતા, અનિયમિત કેક્ષારયુક્ત પાણી જેવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે નર્મદા તેમજ મહી પરીએજ યોજના આધારિતઅંદાજે ૩૭૬.૧૯ કરોડના કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે તા.૧૯/૧૨/૨૦૨૦નારોજ સવારે ૧૦-૦૦ કલાકે ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે કરવામાં આવશે.મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવનાર પાણી પુરવઠા યોજનાની વિગત જોઈએ તો આ યોજનાનાપાણીના સ્ત્રોત તરીકે નર્મદા આધારિત સૌરાષ્ટ્ર શાખા નહેર ખાતેના ઢાંકી પંપીંગ સ્ટેશન, મહી પરીએજ તળાવ અનેવલભીપુર બ્રાન્ચ કેનાલ લેવામાં આવેલ છે. જી. ડબલ્યુ. આઈ. એલ. દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી પાણીનીજરૂરિયાતનું ડિમાન્ડ ગેપ વિશ્લેષણ કરી ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ એમ ત્રણ જિલ્લાઓની ઘટતીદૈનિક ૧૮ કરોડ લીટર પીવાના પાણીની માંગને પૂરી કરવા માટે ૩૭૬.૧૯ કરોડની ભાવનગર જિલ્લાના બુધેલ થીબોરડા સુધી ૫૮ કિલોમીટર એમ.એસ પાઇપ લાઇન હયાત પાઈપ લાઈનની સમાંતર નાખવાનું નક્કી કરેલ છે. જેયોજના આગામી ૨૦ માસના આ સમયગાળામાં પૂર્ણ કરવામાં આવનાર છે. આમ, આ યોજનાના કામો પૂર્ણ થયેથીઅને યોજના કાર્યાન્વિત થયેથી ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારો ના કુલ ૬૧૨ ગામો અને ૨૦ શહેરોની ભવિષ્યની કુલ ૪૩ લાખની વસ્તીને વધારાના પીવાના પાણીનો લાભ મળી શકશે.

Follow Me:

Related Posts