આગામી ૨૯ જાન્યુઆરીના અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની ચૂંટણી માટે મતદાન યોજાશે
અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લી.ની ખેતી વિષયક મંડળીઓના ૧૨ પ્રતિનિધિઓ, બિન ખેરતી વિષયક શરાફી અને અન્ય મંડળીઓના ૨ પુરુષ પ્રતિનિધિઓ, વ્યક્તિ સભાસદોના પ્રતિનિધિત્વ ધરાવતા ૫ ડાયરેક્ટરો (૨ મહિલા ને ૩ પુરુષ પ્રતિનિધિઓ) અને બિનખેતી વિવિધ શરાફી અને અન્ય મંડળીઓ પૈકી ફક્ત મહિલા મંડળીઓનું પ્રતિનિધિત્વ ધરાવતા ૨ મહિલા ડાયરેક્ટરો એમ કુલ મળી ૨૧ બેઠકોની ચૂંટણી આગામી ૨૯ જાન્યુઆરીના યોજાનાર છે. જેના અનુસંધાને તા. ૧૫/૧/૨૦૨૧ ના ૧૫ કલાક સુધી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારીપત્રો ભરી શકાશે. તા. ૧૮/૧/૨૦૨૧ ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ છે અને માન્ય ઉમેદવારી પત્રોની યાદી તા. ૨૦/૧/૨૦૨૧ના પ્રસિદ્ધ થશે. તા. ૨૨/૧/૨૦૨૧ સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. ૨૯/૧/૨૦૨૧ના સવારના ૯ કલાકથી ૧૫ કલાક સુધી આંબેડકર ભવન બહુમાળી બિલ્ડીંગ પાસે અમરેલી ખાતે મતદાન યોજાશે અને તા. ૩૦/૧/૨૦૨૧ સવારના ૯ કલાક થી મતગણતરી યોજાશે. મતગણતરી પૂર્ણ તાહશે તરત જ પરિણામની જાહેરાત કરવામાં આવશે.
Recent Comments