fbpx
ગુજરાત

આઝાદી પૂર્વે ૧૯૩૭માં સ્થપાયેલી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજને હેરિટેજ જાહેર કરી

રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજને ગુજરાત સરકારે હેરિટેજ જાહેર કરી છે. રાજાશાહી સમયમાંકાળની શાળાઓ બાદ હવે આ કોલેજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આઝાદી પૂર્વે ૧૯૩૭માં સ્થપાયેલી ઔતિહાસિક ધર્મેન્દ્રસિંહજી કોલેજ, જૂનાગઢની ઔતિહાસિક બહાઉદ્દીન કોલેજ સહિત રાજ્યની પાંચ કોલેજાેનાં બિલ્ડીંગનો હેરીટેજ બિલ્ડીંગોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કોલેજાેની ઇમારતો હવે નવા રૂપરંગ ધારણ કરશે.

રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજને હેરિટેજમાં સમાવેશ કરતા રાજકોટવાસીઓ માટે ખુબ જ ગૌરવના સમાચાર છે. આ કોલેજ ૧૯૩૭માં સ્થપાઈ હતી. ઉપરાંત જુનાગઢની બહાઉદીન કોલેજના બિલ્ડીંગને સરકારે હેરિટેજ ઇમારત તરીકે જાહેર કરી છે. રાજકોટ શહેરની રાજાશાહી સમયની બે સ્કૂલો બાદ વધુ એક સરકારી કોલેજની ઇમારતનો હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ધર્મેન્દ્રસિંહજી કોલેજ સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ છે. જે શરૂ થઇ ત્યારે મુંબઇ યુનિવર્સિટી સાથે જાેડાયેલી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારથી તેની સાથે સંલગ્ન છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકનાં પૂર્વા રાજ્યપાલ વજૂભાઇ વાળા, ગુજરાતી રંગમંચનાં કલાકાર રમેશ મહેતા, સાહિત્યકાર મકરંદભાઇ દવે સહિતનાં મહાનુભાવો અભ્યાસ કરી ચુક્યા છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં દેશનાં બે રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ અને ડો. સર્વપલ્લી રાધાક્રિષ્ન અને બે વડાપ્રધાન જેમાં ઇન્દીરા ગાંધી અને અટલ બિહારી બાજપાઇ પણ મુલાકાત લઇ ચુક્યા છે.

Follow Me:

Related Posts