fbpx
અમરેલી

આરટીઓ કચેરી દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત રેલીનું આયોજન કરાયું

આરટીઓ અને પોલીસ ખાતા દ્વારા અમરેલી રાજકમલ ચોક ખાતેથી રોડ સેફટી માસ (માર્ગ સલામતી માસ) અંતર્ગત સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાના વરદ હસ્તે ફ્લેગ ઓફ કરીને લોકોમાં રોડ સેફટી અંતર્ગત જન જાગૃતિ ફેલાય તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી રાજકમલ ચોકથી નીકળી મોટા બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, કોલેજ સર્કલ અને ત્યાંથી ફોરવર્ડ સર્કલ સુધીનું આયોજન કરેલ હતું.

સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ લોકજાગૃતિ માટેના યોજવામાં આવેલા આ કાર્યક્રમને બિરદાવી વધુમાં વધુ આવા કાર્યક્રમો યોજાય અને લોકોમાં રોડ સેફટીની સાથે એક્સિડન્ટ થાય તે સમયે મદદની ભાવના કેળવાય તે માટે પણ લોકોને આગળ આવવા માટે જણાવવામાં આવ્યું હતું. 

રેલીમાં આરટીઓ તરફથી એઆરટીઓ શ્રી આઈ. એસ. ટાંક, આરટીઓ ઇન્સ્પેકટર શ્રી પી. આર. પઢીયાર, શ્રી એસ. બી. મોઢ, બી. પી. પટેલ, સહાયક આરટીઓ ઇન્સ્પેક્ટર એમ. એન. ઠૂંમર, ડી. એમ. પંચાલ, નિખિલ પટેલ તથા પોલીસ ખાતામાંથી ડીવાયએસપી શ્રી રાણા, પીઆઇ શ્રી પી. આર. વાઘેલા, જે. જે. ચૌધરી, પીએસઆઇ શ્રી લકકડ તેમજ આરટીઓ અને પોલીસના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

આ તકે આરટીઓ અને પોલીસ તરફથી લોકોમાં વાહન ચલાવતી વખતે જાગૃતિ ફેલાય અને તે માટે ચિત્ર અને સ્લોગન સાથે લોકો સમજી શકે તેવી સરળ ભાષામાં ટેબલો બનાવી તેમજ રોડ સેફટી ગીતો દ્વારા પણ સમજ આવે એ માટેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આરટીઓ અને પોલીસ ખાતા દ્વારા બાઈક રેલી અને કાર રેલીની સાથે આરટીઓ ઇન્સ્પેકટર પીઆર પઢીયાર દ્વારા ગ્રીન ઇન્ડિયા અંતર્ગત સાઇકલ ચલાવીને લોકોને સંદેશો પૂરો પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. લોકોને અને ખાસ કરીને બાળકો સાયકલિંગ હેલમેટ પહેરે તે માટે એક મેસેજ આપવામાં આવ્યો હતો.

રેલીમાં સહયોગ આપનાર તમામ લોકોનો આરટીઓ અને પોલીસ ખાતા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ તકે કોવિડ-૧૯ની ગાઈડ લાઈનનું પાલન કરીને પોલીસ તેમજ આરટીઓ સ્ટાફ સહિતના બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિતિ રહ્યાં હતાં.

Follow Me:

Related Posts