રાષ્ટ્રીય

આ રીતે ઘરે બનાવો ક્રિસ્પી ફરસી પૂરી, અને ચા-કોફી સાથે મજા માણો

ચા અને કોફી સાથે ફરસી પૂરી ખાવાની મજા જ કંઇક અલગ હોય છે. જો કે ધણાં લોકોથી ફરસી પુરી ક્રિસ્પી બનતી નથી અને લોચા જેવી બને છે. ફરસી પૂરી બનાવતી વખતે મોણથી લઇને બીજી અનેક વસ્તુઓ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તો જાણી લો તમે પણ ઘરે કેવી રીતે બનાવશો ફરસી પૂરી.

સામગ્રી

4 કપ મેંદાનો લોટ

2 ચમચી સોજી

સ્વાદાનુંસાર મીઠું

જીરું પાઉડર

અજમો પાઉડર

કાળા મરી

ઘી અથવા તેલ 2 મોટી ચમચી

તળવા માટે તેલ

જરૂર મુજબ પાણી

બનાવવાની રીત

  • ફરસી પૂરી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલ લો.
  • હવે આ બાઉલમાં લોટને ચાળણીથી ચાળી લો.
  • પછી આ લોટમાં બાકીની બધી સામગ્રી જેમ કે મીઠું, ધી, જીરું વગેરે ઉમેરીને સારી રીતે મિક્સ કરીલ .
  • હવે આ લોટમાં પાણી ઉમેરીને બરાબર મસળી લો. તમે લોટ જેટલો મસળીને સોફ્ટ કરશો એટલી પૂરી સોફ્ટ વધારે બનશે.
  • હવે આ લોટને અડધો કલાક માટે એક બાજુ ઢાંકીને મુકી દો.
  • અડધો કલાક પછી આ લોટ સારી રીતે સેટ થઇ જાય એટલે કણકના સરખા ગુલ્લા બનાવી લો.
  • હવે આ ગુલ્લાને ગોળાકાર પુરીના આકારમાં વણી લો અને એને એક બાજુ મુકી રાખો.
  • ત્યારબાદ આ પૂરી પર નાના-નાના કાંણા પાડી લો જેથી કરીને એ ફુલે નહિં.
  • આ બધી પ્રોસેસ થઇ જાય એટલે એક કડાઇમાં તેલ ગરમ કરવા મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે પૂરીને એમાં તળી લો.
  • પૂરી આછા બદામી રંગના થાય ત્યાં સુધી તળો.
  • તો તૈયાર છે એકદમ ક્રિસ્પી-ક્રિસ્પી ફરસી પૂરી.
  • આ ક્રિસ્પી પૂરી તમે કોફી અને ચા સાથે ખાઓ છો તો મજ્જા પડી જાય છે.

Related Posts