આજકાલ અનેક લોકોને પાતળા થવુ હોય છે. આજની આ ફાસ્ટલાઇફમાં અનેક લોકો વજન ઉતારવા માટે જીમમાં જતા હોય છે. આ સાથે જ અનેક લોકો ડાયટ પણ કરતા હોય છે. પણ જો તમે જમવામાં આ નાની-નાની વાતોનું ધ્યાન રાખો છો તો તમારું વજન વધતુ નથી અને વજન પણ સડસડાટ ઉતરવા લાગે છે.
- કહેવાય છે કે જો તમે જમતી વખતે જમણા હાથનો ઉપયોગ કરો છો તો ચમચી ડાબા હાથમાં પકડો અને પછી મોંમા કોળિયો મુકો. જો તમે આવું કરી રહ્યા છો તો જમવામાં અગવડ પડશે જેથી કરીને આપોઆપ ખાવાનું ઓછુ થશે.
- જ્યારે તમે જમવા બેસો ત્યારે દરેક કોળિયે ચમચીને પ્લેટમાં મુકવાની આદત પાડો. ઘણાં લોકોની આદત હોય છે કે તેઓ જમતી વખતે ચમચી હાથમાંને હાથમાં રાખે છે. આમ, કરવાથી તમે કેટલું ખાઓ છો એનું ધ્યાન તમને રહેતું નથી. આમ કરવાથી સ્પીડમાં ઘટાડો થાય છે અને વજન ઘટે છે.
- જ્યારે તમે જમી લો એ પછી અચુક બ્રશ કરો. બ્રશ કરવાની આદતથી તમને બીજું કંઇ ખાવાની ઇચ્છા નહિં થાય જેથી કરીને વજન કંટ્રોલમાં રહેશે.
- જ્યાં તમે જમવા બેસો છો ત્યાં તમારો મેદસ્વિતાનો ફોટો મુકો. જો તમે આમ કરીને ખાઓ છો તો તમે ઓછુ ખાઇ શકો છો અને વજન કંટ્રોલમાં રહે છે.
- જો તમે જમતી વખતે ઢીલાં કપડા પહેરો છો તો તમારી આ આદતને તમે આજે જ બદલી નાંખો. જમતી વખતે હંમેશા ટાઇટ કપડા પહેરો. જમતી વખતે ટાઇટ કપડા પહેરવાથી અકળામણ જેવું થાય છે જેથી કરીને તમે વધુ પ્રમાણમાં ખોરાક ખાઇ શકતા નથી. ટાઇટ કપડામાં તમારા પેટની ચરબી બહાર તમને દેખાશે જેથી કરીને તમે ખોરાક ઓછો ખાશો.














Recent Comments