ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થવાના કારણે ખુબ ચિંતિત છુંઃ પૂનમ પાંડેય
પોતાની બૉલ્ડનેસના કારણે હંમેશા ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ પૂનમ પાંડેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયાના સમાચાર છે. આ વાતને લઇને તેને ખુદ ખુલાસો કર્યો છે. પૂનમ પાંડે તાજેતરમાં જ તેને સેમ્સ બૉમ્બે સાથે લગ્ન કર્યા છે. બન્ને વચ્ચે થોડાક સમય પહેલા ઝઘડો પણ થયો હતો અને એક્ટ્રેસે પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો, હવે બન્ને વચ્ચે બધુ બરાબર થઇ ગયુ છે. પરંતુ એક્ટ્રેસ હવે સાયબર ક્રાઇમનો શિકાર બનતા ફરી એકવાર ચિંતામાં મુકાઇ છે. અગાઉ એક્ટ્રેસ પર ગોવાના બીચ અશ્લીલ વીડિયો શૂટ કરવાનો પણ આરોપ લાગ્યો હતો, આ કારણે તે વિવાદોમાં પણ આવી હતી.
એક્ટ્રેસ પૂનમ પાંડે અનુસાર, તેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઇ ગયુ છે. પૂનમ પાંડેનુ કહેવુ છે કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થવાના કારણે તે ખુબ ચિંતિત છે, કેમકે તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, એકાઉન્ટ હેક કરવાથી તેને ફોલોઅર્સને ખોટી રીતે દુર કરવામાં આવી રહ્યાં છે. પૂનમ પાંડેને એ વાતથી ગભરાઇ છે કે, કોઇ તેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ખોટી રીતે ઉપયોગ ના કરી લે.
હાલ તે અધિકારીઓનો કૉન્ટક્ટ કરવાની કોશિશ કરી રહી છે, જેથી તેનુ એકાઉન્ટ પાછુ મળી જાય. હાલ પૂનમ પાંડેના ફોલોઅર્સ અને તેના ફેન્સે તેને ટ્વીટર પર જાેઇને કરી લીધા છે. પૂનમ પાંડે પોતાના ફેન્સને રિક્વેસ્ટ પણ કરી છે કે તે જુના એકાઉન્ટ પરથી આવનારી કોઇપણ પૉસ્ટ પર કોઇ રિએક્શન ના આપે.
Recent Comments