ઈશ્વરીયા ગામે પંચાયત ઘરનું લોકાર્પણ કરતા અશ્વિન સાવલિયા
ભારત સરકારના કેન્દ્રીય કેબીનેટ મંત્રી પરશોતમભાઈ રૂપાલાનું વતનનુંગામ ઈશ્વરીયા તાજેતરમાં ઈશ્વરીયા ગ્રામ પંચાયત અને તમામ સદસ્યો બિન હરીફ થયેલ હોય, જેની ચાર્જની સોંપણી તારીખ 19/01/રર ના રોજ સત્યનારાયણ ભગવાનની કથા પુજન કરીને નવી સમરસ ચુંટાયેલ ટીમના સરપંચ ઈલાબેન બાબુભાઈ વામજાને જુની ટીમના સરપંચ મગનભાઈ બુંધેલીયાએ ચાર્જ સોપેલ હતો. આ શુભ પ્રસંગે નવી ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાના વરદ હસ્તે કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે અમરેલી તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ વનરાજભાઈ કોઠીવાળ, અમરેલી જિલ્લા પંચાયત ન્યાય સમિતીના ચેરમેન મુકેશભાઈ બગડા, અમરેલી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ રામભાઈ સાનેપરા, ઈશ્વરીયા સેવા સહકારી મંડળીના પ્રમુખ ધીરૂભાઈ રૂપાલા તથા પુર્વ સરપંચ ઠાકરશીભાઈ વામજા, સમાજના પ્રમુખ રતીભાઈ વામજા , મગનભાઈ રૂપાલા તથા ગામના આગેવાનો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં સોશીયલ ડીસ્ટન સાથે ઉપસ્થિત રહેલ હતા. તથા ભગવાન સત્યનારાયણની કથામાં પ્રસાદનુ વિતરણ કરવામાં આવેલ.
Recent Comments