fbpx
સૌરાષ્ટ - કચ્છ

ઉત્તરાયણ પહેલા પતંગની દોરીથી રાજકોટમાં પ્રથમ મોત નોંધાયુ

ઉત્તરાયણને હજુ ૧૮ દિવસ બાકી છે તે અગાઉ ચાઈનીસ દોરીથી મોતના કિસ્સાઓ અગાઉ અવાર નવાર કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે આ વખતે રાજકોટમાં પહેલો કિસ્સો સામે આવ્યો છે. ઊત્તરાયણમાં ચાઈનીસ દોરી પર પ્રતિબંધ હોવા છતાં માર્કેટમાં ખુલ્લેઆમ તેનું વેચાણ થાય તે સ્વાભાવિક છે. ત્યારે રાજકોટના નાનમૌવા રોડ પર રવિવારે સાંજના સમયે પતંગની દોરીથી ગળુ કપાતા યુવકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, હવે ઉત્તરાયણને જૂજ સમય બાકી રહ્યો છે. ત્યારે શનિ-રવિમાં વિશેષ પતંગ ચગવા લાગ્યા છે. ગઈકાલે પણ રાજકોટમાં નાનમૌવા રોડ પર મોટી સંખ્યામાં પતંગો ચગી રહ્યા હતા.
ત્યારે પતંગની દોરીથી ગળુ કપાતા એક યુવકનું મોત નિપજ્યું છે. ગઇકાલે (રવિવારે) સાંજના સમયે એક્ટીવા લઈને વિપુલ બકરાણીયા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. ઉતરાણ પહેલા પતંગની દોરીથી ગુજરાતમાં પ્રથમ મોત નોંધાઈ ચૂક્યું છે અને પહેલું મોત રાજકોટના નામે થયું છે. ઉત્તરાયણમાં પતંગની દોરીથી અનેક લોકો તેનો ભોગ બનતા હોય છે, ત્યારે પહેલા એક પુરૂષનો ભોગ લેવાઈ ચૂક્યો છે. રાજકોટના ૩૯ વર્ષીય પુરૂષનું નાનમૌવા રોડ પર દોરીથી ગળુ કપાઇ જતા મોત નિપજ્યું છે. આ ઘટનામાં ભોગ બનનાર વિપુલ બકરાણીયા નામના યુવકનું મોત થયું છે.

Follow Me:

Related Posts