ઉર્વશી રૌતેલાના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ ૩૯.૯ મિલિયન થયા, રણવીર સિંહને પાછળ મુકી દીધો

ઉર્વશી રૌતેલા સામાન્ય રીતે પોતાના બોલ્ડ અને ગ્લેમરસ લુક માટે ચર્ચામાં હોય છે. તે પોતાના હોટ એન્ડ બોલ્ડ લુકથી સોશિયલ મીડિયાના પોતાના ફેન્સને ઘાયલ કરતી રહે છે. હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર ચાહકોની સંખ્યા બાબતે રણવીર સિંહને પાછળ ધકેલી દીધો છે.
કિલર સ્માઇલ માટે જાણીતી ઉર્વશી રૌતેલાના ઇન્સ્ટાગ્રામ પર ૩૯.૯ મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે. ઇન્સ્ટાગ્રામ પર તે એશિયાની સૌથી વધુ ફોલો થનારી યંગેસ્ટ વૂમન્સની લિસ્ટમાં આવી ચુકી છે.
રણવીર સિંહના ઇન્સ્ટાગ્રામ પર ૩૪. ૮ મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે ઉર્વશી પોતાની કાતિલ અદાઓ અને મનોરંજક વીડિયોઝ દ્વારા પ્રશંસકોને પોતાના તરફ આકર્ષી રહી છે. છેલ્લા ચાર મહિનામાં જ ઉર્વશીના ચાર મિલિયન્સ ફોલોઅર્સ વધી ગયા છે.
Recent Comments