બોલિવૂડ

એક્ટર સતીશ કૌશિક ડોક્ટરની સલાહ બાદ હોસ્પિટલમાં થયા દાખલ

દેશભરમાં કોરોના વાયરસની અસર ચાલુ છે. ગત વર્ષથી જ આ વાયરસે લોકોને પરેશાન કરી મૂક્યા છે. સામાન્ય જનતા હોય કે પછી ખાસ લોકો હોય, આ વાયરસ કોઈને છોડતો નથી. ત્યારે બોલિવૂડનાં ઘણા સ્ટાર્સને પણ ગયા વર્ષે કોરોના થયો હતો અને સેલેબ્સ પણ કોરોના સામે જંગ લડી ચૂક્યા છે. તો આ વર્ષે ચાર દિવસ પહેલાં જ બોલિવૂડના દિગ્ગજ એક્ટર સતીશ કૌશિક કોરોનાની ચપેટમાં આવી ગયા છે. તેમણે એક ટિ્‌વટ કરીને આ વાતની માહિતી આપી છે કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેઓ હોમ ક્વોરન્ટાઈન છે. પણ હવે એવા સમાચાર મળ્યા છે કે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સતીશ કૌશિકને તેમના ડોક્ટરે હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે. જે બાદ તેમને કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ત્યારથી તેમનો ઇલાજ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. હાલમાં તે આરામ કરી રહ્યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હવે સતીશ કૌશિક ત્યાં સુધી હોસ્પિટલમાં રહેશે જ્યાં સુધી તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ નથી આવી જતો. તેમના પ્રવક્તાએ કહ્યું કે, સતીશ કૌશિક ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ની વેક્સીન લેવાની પણ યોજના બનાવી રહ્યા હતા.

સતીશ કૌશિકે ૧૭ માર્ચે એક ટિ્‌વટ કરીને લખ્યું હતું, તેમનો કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને સાથે જ તેમણે એ તમામ લોકોને કોરોના રિપોર્ટ કરાવવાની અપીલ કરી, જેમના સંપર્કમાં તેઓ થોડાં દિવસ પહેલાં આવ્યા હતા. એ પછી સતીશ કૌશિક હોમ ક્વોરન્ટાઈન થઈ ગયા હતા. પરંતુ પછી તેઓ હોસ્પિટલમાં એડમિટ થયા, તેમણે એવું પણ કહ્યું કે, બધાંનો પ્રેમ, શુભેચ્છા અને આશીર્વાદ તેમની મદદ કરશે.

Follow Me:

Related Posts