અમરેલી

‘એક પેડ મા કે નામ’ વિશેષ વૃક્ષારોપણ: લીલીયા, બગસરા,બાબરા અને ધારીના શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષારોપણ

તા.૨ ઑક્ટોબર – મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન’ ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે.તા.૨૬ સપ્ટેમ્બર,૨૦૨૪ ‘એક પેડ મા કે નામ’ વિશેષ વૃક્ષારોપણ થીમ અંતર્ગત શહેરીજનો અને ગ્રામજનોએ વૃક્ષારોપણ કરીનેએક પેડ મા કે નામ  અભિયાનમાં ભાગીદારી નોંધાવી હતી. લીલીયા તાલુકાનો શહેરી વિસ્તાર, બગસરા શહેરી અને ગ્રામ્ય વિસ્તાર, બાબરાના અમરાપર, ખાનપુર, રાયપર ઉપરાંત ધારી તાલુકાના શીવડ માધુપુર, લાખાપાદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.  આ સાથે સાફ સફાઈનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. ગ્રામ્ય કક્ષાએ નિઃશુલ્ક આરોગ્ય ચકાસણીના સફળ આયોજન હાથ ધરવામાં આવ્યા હતા.સ્વચ્છતા હી સેવા અભિયાનની જનજાગૃત્તિ માટે જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નિયમિત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સૌને સહિયારા પ્રયત્ન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.સમગ્ર અમરેલી જિલ્લો સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળો બને, રોગચાળા મુકત બને તે બાબતે સૌને સ્વચ્છાગ્રહી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Related Posts