fbpx
અમરેલી

એન.સી.યુ.આઈ. દિલ્હી ખાતે સહકારમાં મહિલાઓના યોગદાન વિશે માર્ગદર્શન આપતા મહિલા આગેવાન ભાવના ગોંડલીયા

મહિલાઓમાં સહકારી પ્રવૃતિને વેગ આપવાનું કાર્ય સમગ્ર દેશમાં એક જ ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ એન.સી.યુ.આઈ. દ્વારા કરવામાં આવે છે જેમાં તા. ૧૭ થી ૧૯ જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજયની બહેનોને લીડરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જેમાં ત્રણ દિવસ સુધી સહકારી સંસ્થાઓ દ્વારા મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં દરેક વિષયના તજજ્ઞોને અલગ અલગ વિભાગમાંથી બોલાવવામાં આવેલ હતા. આ ટ્રેનિંગમાં ‘સહકારીતામાં મહિલાઓના યોગદાન’ વિશે ભાવનાબેન ગોંડલીયાએ માર્ગદર્શન આપેલ હતું. જે સહકારી પ્રવૃતિથી મહિલાઓ કેવી રીતે પગ પર ઉભી થઈ સ્વનર્ભરિ બને એ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરેલ તેમજ ઉદાહરણો પુરા પાડેલ હતા.

ટ્રેનીંગ દરમ્યાન એન.સી.યુ.આઈ.ના ચેરમેન માન. શ્રી દિલીપભાઈ સંઘાણી, આઈ.સી.એ. ના ચેરમેન ડો. ચંદ્રપાલ યાદવ, સી.ઈ.ઓ. શ્રી સુધીર મહાજન, સેક્રેટરી શ્રી વેદપ્રકાશ સત્યા, વુમન કમીટીના મેમ્બર ભાવનાબેન ગોંડલીયા, ટ્રેનર સાથે સમુહ તસ્વીર ખેંચી સંભારણું લીધું હતું.

Follow Me:

Related Posts