fbpx
રાષ્ટ્રીય

એલિફન્ટાની ગુફાઓ ફરી ખુલ્લી મુકાતા પર્યટકોનો ધસારો

મહારાષ્ટ્રના એક મહત્ત્વના પર્યટન સ્થળ ગણાતા એલિફન્ટામાં દર વર્ષે લગભગ ૧૦ લાખથી વધુ પર્યટકો ગુફા જાેવા માટે આવે છે. ધારાપુરી બેેટ ઉપર શેતબંદર, રાજબંદર અને મોરાબંદર આ ત્રણ નાના ગામડા છે જેમાં ૨૩૦ પરિવારો વસે છે. આ લોકોની આજીવિકાનું પર્યટકો પર જ ર્નિભર છે. ઉપરાંત ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા પહોંચવા માટે ૧૦૦ મોટરલોન્ચ ફેરા કરે છે. આ લોન્ચ પર ૧૫૦૦ જણ કામ કરે છે. હવે એલિફન્ટા પર જવાની છૂટ અપતા આ બધા લોકોને દોઢ વર્ષ પછી રાહત થઈ છે. ધારાપુરી બેટની એલિફન્ટા ગુફાઓ નવમીથી તેરમી શતાબ્દી વચ્ચેની મનાય છે. આમાં જગપ્રસિદ્ધ ત્રિમૂર્તિ શિલ્પ સૌથી મોટું આકર્ષણ છે.કોરોના લોકડાઉનમાં પર્યટકો માટે બંધ કરવામાં આવેલી એલિફન્ટાની જગપ્રસિદ્ધ ગુફાઓ ફરી ખુલ્લી મુકવામાં આવતા ટુરિસ્ટોનો ધસારો શરૃ થઈ ગયો છે. વર્લ્‌ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવેલી એલિફન્ટાની ગુફાઓ દરિયા વચ્ચે ધારાપુરી બેટ ઉપર આવેલી છે. આ બેટ ઉપર વસતા ૨૩૦ પરિવારોએ લગભગ બે વર્ષ ટુરિસ્ટોના અભાવે અસહ્ય આર્થિક મુશ્કેલીનો સામનો કર્યા બાદ ફરી પર્યટકો આવવા માંડતા તેમને રોજગારી મળવા માંડી છે.

Follow Me:

Related Posts